દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટમાં શ્રીલંકાને 109 રનથી હરાવ્યું છે. આફ્રિકાએ બે મેચની શ્રેણી 2-0થી જીતી નથી પરંતુ હવે ઓસ્ટ્રેલિયાને પછાડીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગઈ છે. દક્ષિણ આફ્રિકાની આ જીતથી ભારતની મુશ્કેલીમાં વધારો થયો છે.
દક્ષિણ આફ્રિકાનું સ્થાન ફાઈનલ
દક્ષિણ આફ્રિકાની પોઈન્ટ ટકાવારી 63.33 થઈ ગઈ છે. જેના કારણે પ્રથમ સ્થાને આફ્રિકાવ પહોંચ્ચી ગયું છે. ટીમ ઈન્ડિયાની એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે પિંક બોલ ટેસ્ટમાં હાર્યા બાદ ત્રીજા સ્થાને આવી ગયું છે. જેના પોઈન્ટ્સની ટકાવારી હાલમાં 57.29 છે. હાલમાં દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર છે. આફ્રિકાએ હજી પાકિસ્તાન સામે 2 ટેસ્ટ મેચની સિરીજ રમવાની છે. જો આફ્રિકા પાકિસ્તાન સામે 1-0થી જીતે જાય તો તે ફાઇનલમાં પહોંચ્ચી જાશે.
ભારતે ઓછુમાં ઓછુ બે મેંચ જીતવી પડશે
ઓસ્ટ્રેલિયા સામે બીજી મેંચ હારી જતા ભારત ફાઇનલમાં કેવી રીતે પહોંચશે? તે તમામ લોકોના મનમાં સવાલ છે.? ઓસ્ટ્રેલિયા સામે હજુ 3 મેચ બાકી છે. જો ભારતીય ટીમ અગામી ત્રણેય મેંચ જીતી જશે તો ભારત WTCની ફાઈનલમાં સરળતાથી જગ્યાઆ બનાવી લેશે. જો ભારત હારી જશે તો દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન શ્રેણીના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. આ ઉપરાંત ભારત જો બે મેચ હારી જાઈ તો ભારત WTCની સફર પૂરી થઈ જશે.