ગુજરતમાં પાટીદાર સમાજ મેદાને, આ દિગ્ગજનેતાનો હુંકાર

રાજકોટના જસદણમાં તાજેતરમાં એક દીકરી સાથે વિધર્મી દ્વારા દુષ્કર્મ આચરેલ હતો. જેને લઈ જસદણ ગ્રામ્ય વિસ્તારમાં અન્ય દીકરીઓ પણ ભોગ બની છે તેને લઈ એક મીટીંગ થઈ હતી. આ મીટીંગ જસદણના આટકોટ રોડ પર આવેલ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે પાટીદાર યુવાનોનું મજબૂત સંગઠન બનાવવા માટે પાટીદાર સમાજ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. જેમાં પાટીદાર સમાજના દિકરા-દિકરી ઓને ખોટી રીતે કનડગત, જમીન પડાવી લેવી, ખોટી રીતે દિકરીઓને ભગાડી જવી, વ્યાજખોરી, ગુંડાગીરી, લુખ્ખાગીરી જેવા પ્રશ્નોમાં ઉકેલ આવે અને પરિવારને યોગ્ય ન્યાય મળે તે હેતુથી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણી હાજર રહ્યા હતા.

પાટીદાર સમાજના અગ્રણી હાજર રહ્યા હતા

પાટીદાર યુવાનોનું સંગઠન કરવા માટે એક પહેલ કરવામાં આવી રહી છે. જે લોકો દ્રારા સમાજની દિકરા-દિકરીની જમીન પડાવી લેવી, ખોટી રીતે દિકરીઓને ભગાડી જવી, વ્યાજખોરી, ગુંડાગીરી, લુખ્ખાગીરી જેવા પ્રશ્નોનો ઉકેલ આવે અને પરિવારને યોગ્ય ન્યાય મળે તે હેતુથી આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં દિનેશ બાંભણિયા મનોજ પનારા અલ્પેશ કથીરિયા નયન જીવાણી તેમજ જીગ્નેશ કાલાવડીયા સહિત જસદણના પાટીદાર આગવનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર સમાજની દીકરીઓ સાથે થઈ રહેલા અન્ય બાબતે તેમજ વ્યાજખોરિ અને ગુંડાગર્દીનો ભોગ બનનાર વ્યક્તિઓ સાથે મુલાકાત તેમજ અન્ય સમસ્યાઓ અને બાબતોથી પીડિત વ્યક્તિઓની સમસ્યાઓને દૂર કરવા તેમજ તેમના નિરાકરણ અને નિકાલ માટેના આગામી દિવસોની અંદર આયોજનના ભાગરૂપે પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ ખાતે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્યાય અને અત્યાચારો અટકાવવા મીટીંગ થઈ હતી

મનોજ પનારાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજના લોકો ઉપર થઈ રહેલા અત્યાચાર અને તેમની સાથે બનેલા બનાવ બાબતે એક મીટીંગ અને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિસ્તારોમાં પાટીદાર સમાજના યુવકો યુવતીઓ અને સમાજના બીજા આગેવાનો અગ્રણીઓ સાથે મીટીંગ આયોજન કરવામાં આવ્યું હતું. જસદણ પંથકમાં પાટીદાર સમાજના લોકો સાથે વિવિધ બનાવને લઈ આગામી દિવસોની અંદર તેમની સાથે થતા અન્યાય અને અત્યાચારો અટકાવવા માટેની બાબતોને લઈને બેઠકો તેમજ નિર્ણયો લેવામાં આવશે.

પાટીદાર સમાજની દીકરીઓને લલચાવી ફોસલાવી ભગાડી જાઈ છે

આ કાર્યક્રમમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું કે આ બેઠકમાં પાટીદાર સમાજની દીકરીઓને લલચાવી ફોસલાવી અને ભગાડી જવી બાબતો તેમજ અન્ય બાબતોને લઈને થતા અન્યાય અને અત્યાચાર સામે કેવી રીતે લડવું તેમ જ આગામી પગલા લેવા બાબતે સામાજિક સંમેલન યોજી નિરાકરણ લાવવા માટેના વિચારો અને તેમની અમલવારી બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.

યુવક યુવતીઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે

દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે પાટીદાર સમાજના લોકો તેમજ યુવક યુવતીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો હોય અને લુખ્ખા તત્વો પોતાની હદ વટાવી રહ્યા છે. પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજના લોકો આ બાબતે તેમાંથી બહાર કેમ આવે અને આવા લુખ્ખા તત્વો સામે લડી લેવા તેમજ તેમને ભાન કરવા માટેના અગામી દિવસોની અંદર નિર્ણય લેવા માટે અને નિરાકરણ લેવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

આગામી દિવસોમાં મોટી મીટીંગો થશે

પેઢી જેમ જેમ આગળ વધતી જશે તેમ સમાજના આગેવાન માટે આ મુદ્દો ખુબ જ ગંભીર બનતો જાય છે. ત્યારે આગામી દિવસોની અંદર મોટી મીટીંગો તેમજ મોટી ચર્ચાઓ અને મોટા બેઠકોના દોર શરૂ થશે. પાટીદાર સમાજના લોકો લુખ્ખા તત્વોના આતંકની સામે લડવા ઉતરશે. અગામી દિવસોની અંદર તેમની સામે લડવા માટેના રસ્તાઓ અને તેમની ઉપર કાબુ મેળવવા માટેની બેઠકો શરૂ થશે.

Scroll to Top