Local Body Elaction ની લઈ સૌથી મોટા સમાચાર, કોંગ્રેસે આ પાર્ટી સાથે કર્યું ગઠબંધન

Local Body Elaction: રાજ્ય ચૂંટણી પંચના કમિશનર મુરલીકૃષ્ણને 66 નગરપાલિકાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી.66 નગરપાલિકાઓમાં તારીખ 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. કોંગ્રેસ (congress)  ના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. હવે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જાહેરાત કરી કે માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીનું ગઠબંધન થયું છે.

માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં ગઠબંધન થયું

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી હંમેશા ગઠબંધન માટે તૈયાર હતી. કારણકે એક વોર્ડમાં જ્યારે ચાર ઉમેદવાર ઉભા હોય અને અલગ અલગ પાર્ટીના ઉમેદવારો હોય ત્યારે ક્રોસ વોટિંગની સંભાવનાઓ વધી જાય છે. આમ આદમી પાર્ટીએ સ્થાનિક લેવલે સંગઠનને પૂરેપૂરી સત્તા આપી હતી, નગરપાલિકા અને નગરપાલિકાના પ્રભારીઓ કોંગ્રેસના નેતૃત્વ સાથે મળીને જે નક્કી કરશે તે અનુસાર ગઠબંધન કરવા માટે અમે તૈયારી દર્શાવી છે. તે અનુસાર માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીનું ગઠબંધન થયું છે. બીજી પણ કેટલીક નગરપાલિકાઓ માટે અમારી પાસે પ્રપોઝલ આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ સીટોને લઈને અસમંજસ છે.

સૌરાષ્ટ્ર ઝોનમાંથી સૌથી વધુ ગઠબંધનના પ્રપોઝલ આવી

તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું ભાજપના તાનાશાહ અને ભાજપના ત્રસ્ત શાસનમાંથી જનતાને મુક્તિ મળવી જોઈએ.ભાજપના નેતાઓએ કેટલીય નગરપાલિકાની હાલત એવી કરી દીધી છે કે નગરપાલિકાની ઓફિસો પાસે પોતાના લાઈટ બિલ ભરવાના પણ પૈસા નથી.આ સિવાય ગટર, પાણી અને રસ્તાની સમસ્યાઓની કોઈ સીમા નથી.ફરીથી ભ્રષ્ટાચારી ભાજપના લોકો ચૂંટાઈ જાય અને આમાં સૌથી મોટું નુકસાન પ્રજાનું થાય તેવી સંભાવના હતી.માટે અમે પ્રજાની ભલાઈ માટે ગઠબંધન કરવા માટે તૈયાર થયા છીએ. સૌરાષ્ટ્ર ઝોનમાંથી સૌથી વધુ ગઠબંધનના પ્રપોઝલ આવી રહ્યા છે.

 

 

Scroll to Top