Gujarat ને સ્પોર્ટ્સ હબ બનાવા ભૂપેન્દ્ર પટેલ આ પ્રેસિડેન્ટને મળ્યા

Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ ક્રિસ જેન્કીન્સની સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટસ ઇવેન્ટ અંગે વિચાર પરામર્શ કર્યો હતો.આ ઉપરાંત તેમણે પ્રેરણાથી જે સસ્ટેઈનેબલ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થયું છે તેનો મહત્તમ લાભ યુવા ખેલાડીઓ સહિત ખેલકૂદ પ્રતિભાઓને મળે છે તેની ભૂમિકા પણ આપી હતી.

ઇન્ટરનેશનલ સ્પોર્ટસ ઇવેન્ટ અંગે વિચાર પરામર્શ

ગુજરાત 2025માં કોમનવેલ્થ વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ્સ તેમજ 2028માં અંડર 20 એથલેટીક્સ ચેમ્પિયનશિપ્સ અને 2029માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેઈમ્સ જેવી પ્રતિષ્ઠિત વૈશ્વિક રમત સ્પર્ધાઓના આયોજન માટે સજ્જ થઈ રહ્યું છે તે અંગે પણ વાતચીત કરી હતી. આ બેઠક દરમિયાન કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રીયુત ક્રિસ જેન્કીન્સે પણ કોમનવેલ્થ ગેઈમ્સના 2026-2030ના રોડમેપ તથા ગેઈમ્સ રિસેટ ફ્રેમવર્કની જાણકારી આપી હતી. મણે આ સંદર્ભમાં કહ્યું કે, રમત ગમત સ્પર્ધાના યજમાન રાષ્ટ્રને ઓછું નાણાંકીય ભારણ આવે તથા નાણાંકીય સ્થિરતા મળે તે માટે જે તે રાષ્ટ્રના હયાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુ ને વધુ ઉપયોગ રમતોના આયોજનો માટે કરવાની નેમ છે.

પ્રેસિડેન્ટ ક્રિસ જેન્કીન્સની ગાંધીનગરમાં મુલાકાત

ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) આંતરરાષ્ટ્રીય સ્તરની વિરાટ રમતોના આયોજનોમાં કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના અનુભવ જ્ઞાનના સહયોગથી સાથે મળીને કામ કરવાની તત્પરતા પણ આ મૂલાકાત બેઠકમાં દર્શાવી હતી.આ કાર્યક્રમમાં અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ નિનામા તથા સચિવ વાળા વગેરે પણ આ શુભેચ્છા મુલાકાત બેઠકમાં જોડાયા હતા.

 

 

 

 

 

Scroll to Top