સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન તેની ફિલ્મ પુષ્પા 2 Pushpa 2 ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ રિલીઝ થયાને 12 દિવસ થઈ ગયા છે.આ 12 દિવસમાં પુષ્પા Pushpa 2 એ ઘણી કમાણી કરી છે અને ઘણા બધા રેકોર્ડ તોડ્યા છે. જો કે હિન્દી ભાષામાં કમાણીની બાબતમાં પુષ્પા 2 Pushpa 2 એક બાબતથી પાછળ રહી ગઈ છે.
પુષ્પા 2 અને પઠાણ વચ્ચે 7 કરોડ રૂપિયાનો તફાવત રહ્યો
Sacnilkના રિપોર્ટ અનુસાર હિન્દી ભાષામાં કમાણી વિશે વાત કરીએ તો પુષ્પા 2 Pushpa 2 એ 12 દિવસમાં 572.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પુષ્પા 2 એ 12મા દિવસે 20.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.આ ફિલ્મએ સ્ત્રી 2, બાહુબલી 2 અને સુલતાન જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. સ્ત્રી 2 એ 18.5 કરોડ રૂપિયા, બાહુબલી 2 એ 15.75 કરોડ રૂપિયા અને સુલતાને 12માં દિવસે 15.18 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રણ-ત્રણ ફિલ્મો પાછળ છોડવા છતાં, પુષ્પા 2 Pushpa 2 શાહરુખ ખાનની પઠાણથી પાછળ રહી ગઈ છે. શાહરૂખ ખાનની પઠાણે 12માં દિવસે 27.5 કરોડની કમાણી કરી હતી. પુષ્પા 2 Pushpa 2 અને પઠાણ વચ્ચે 7 કરોડ રૂપિયાનો તફાવત રહ્યો હતો.
#Pushpa2 India Net Collection
Day 12: 26.95 Cr
Total: 929.05 Cr
India Gross: 1109.2 Cr
Details: https://t.co/CDDlj6fa21— Sacnilk Entertainment (@SacnilkEntmt) December 17, 2024
તમામ ભાષાઓની કમાણી પર વાત કરીએ તો 12મા દિવસે પુષ્પા 2 Pushpa 2 નું નેટ કલેક્શન 26.95 કરોડ છે. ફિલ્મનું કુલ નેટ કલેક્શન 929.05 કરોડ અને ગ્રોસ કલેક્શન 1109.2 કરોડ થઈ ગયું છે.
11મા દિવસે બોક્સ ઓફિસ પર કમાણીના આંકડા
Saconilcના આંકડા અનુસાર પુષ્પા 2: ધ રૂલ Pushpa 2 એ તેની રિલીઝના 11મા દિવસે એટલે કે બીજા રવિવારે 75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે 11 દિવસનું કુલ કલેક્શન હવે 900 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.આમાં ફિલ્મે તેની રિલીઝના 11 દિવસમાં તેલુગુમાં 279.35 કરોડ રૂપિયા, હિન્દીમાં 553.1 કરોડ રૂપિયા, તમિલમાં 48.1 કરોડ રૂપિયા, કન્નડમાં 6.55 કરોડ રૂપિયા અને મલયાલમમાં 13.4 કરોડ રૂપિયાની કમાણી કરી છે.