BJP Gujrat: ભાજપ નેતાની કરતૂતનો પર્દાફાશ,પક્ષમાં પદ મેળવવા જન્મ તારીખ બદલી નાખી

BJP Gujrat: થોડા દિવસ પહેલા ભાજપે BJP વોર્ડ પ્રમુખ બનવા માટે નિયમો ઘડવામાં આવ્યા હતા.આ નિયમોમાં એક નિયમ એવો હતો કે પ્રમુખ બનવા માટે 40 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી. પરંતુ એક ભાજપ BJP  ના નેતાએ આધારકાર્ડમાં ચેડાં કરી નકલી દસ્તાવેજો પક્ષમાં રજૂ કર્યા હોવાનું સામે આવ્યું હતું.શિસ્તમાં માનતી પાર્ટીના આ હોદ્દેદારે શિસ્તના લીરેલીરા ઉડાડી પક્ષને બદનામ કર્યા હોવાની વિગતો સામે આવી રહી છે.

બક્ષીપંચ મોરચાના પ્રમુખ બનવા માટે વિપુલ માખેલાએ ઉંમર 6 વર્ષ નાની બતાવી

ગુજરાત પ્રદેશ ભાજપ BJP  દ્વારા સંગઠન પર્વ ચાલી રહ્યું છે. આ પર્વમાં નવા સંગઠનની રચના માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે રાજકોટ શહેરના બક્ષીપંચ મોરચાના પ્રમુખ બનવા માટે વિપુલ માખેલાએ પોતાની ઉંમર 6 વર્ષ નાની બતાવવા જન્મના દાખલા અને આધારકાર્ડમાં જન્મ તારીખમાં ફેરફાર કર્યા હતા.આ માહિતી જાહેર થતા વિપુલ માખેલાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે. તમને જણાવી દઈએ કે ભાજપના વોર્ડ પ્રમુખ બનવા માટે 40 વર્ષની વયમર્યાદા નક્કી કરી છે. અને ખાસ કિસ્સામાં મહત્તમ 45 વર્ષની વય નક્કી કરવામાં આવી છે.

જન્મનો સાચો દાખલો રજૂ કરાવતાં ભાંડો ફૂટી ગયો

વિપુલ માખેલાની ઉંમર 50 વર્ષની છે. તેમણે વાર્ડના પ્રમુખ પદ માટે દાવેદારી કરતા પક્ષના જ એક જાગૃત નાગરીકે પત્ર લખી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો.રાજકોટના ચૂંટણી અધિકારી માયાબેન કોડનાણીએ વિપુલ માખેલાને બોલાવી જન્મનો સાચો દાખલો રજૂ કરાવતાં ભાંડો ફૂટી ગયો હતો.વિપુલ માખેલાનો જન્મ વર્ષ 1974માં થયો હતો. પરંતુ તેણે જન્મના દાખલા અને આધારકાર્ડમાં જન્મનું વર્ષ 1980 કરી નાખ્યું હતું. આ મામલો પ્રદેશ કક્ષાએ પહોંચ્યો છે અને વિપુલને પક્ષમાંથી સસ્પેન્ડ કરાશે તેવી ચર્ચા ચાલી રહી છે.

Scroll to Top