- પાયાવિહોણા આક્ષેપ કરી સનાતન ધર્મને બદનામ કરવાનું કાર્ય
- સતાધારનું નામ બદનામ થાય ત્યારે દરેક સમાજની લાગણીઓ દુભાઈ છે
- સમગ્ર ઘટનાની CBI તપાસ કરવામાં આવે
Satadhar: સૌરાષ્ટ્રનું સૌથી વિખ્યાત આસ્થાનું કેન્દ્ર એવું સત્તાધાર (Satadhar) મંદિરનો વિવાદ સામે આવ્યો છે. સત્તાધાર (Satadhar) ની ગાદીના વર્તમાન મહંત વિજયભગતના સગ્ગા મોટાભાઈ અને સરકારી વિભાગોમાં ઓડિટરની ટોચની પોસ્ટે રહી ચૂકેલા નિવૃત્ત અધિકારી નીતિન મોહનભાઈ ચાવડાએ તેના પર આક્ષેપ કર્યા હતા.આ વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે.આ વિવાદમાં હવે રાજકારણીઓના પણ નિવેદન સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે (Pratap Dudhat) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી સમગ્ર ઘટનાની (CBI) તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.
સનાતન ધર્મને બદનામ કરવાનું કાર્ય
અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે (Pratap Dudhat) સત્તાધારના વિવાદને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાત ધાર્મિકતા સાથેની લાગણીથી જોડાયેલ રાજય છે.અને સંતોની ભૂમિ છે.ત્યારે સતાધાર (Satadhar) એક આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન છે.તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના સતાધાર (Satadhar) સાથે અમરેલી જિલ્લાની જનતા ધાર્મિકતાની લાગણી સાથે જોડાયેલ છે.ત્યારે સતાધાર (Satadhar) નું નામ બદનામ થાય ત્યારે દરેક સમાજના લોકોની લાગણી દુભાઈ છે.સતાધાર (Satadhar) માં ધાર્મિકતાની સાથે સેવાકીય પ્રવ્રુતિ પણ થઇ રહી છે.
સમગ્ર ઘટનાની CBI તપાસ કરવામાં આવે
વિજયદાસ બાપુ પર પાયા વિહોણા અને કોઈપણ પુરાવા વગરના ખોટા આરોપો મુકીને વિજયદાસ બાપુ તેમજ સનાતન ધર્મનું અપમાન કરાવમાં આવ્યું છે. ત્યારે આ સમગ્ર ઘટનાની સામે (CBI)તપાસ કરવામાં આવે અને વિજયદાસ બાપુ સામે ખોટા આરોપો મુકનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.