GSRTC: હર્ષ સંઘવીના વિભાગમાં ભરતી ઠગાઈનો સૌથી મોટો પર્દાફાશ,યુવરાજસિંહ જાડેજાનો મોટો ધડાકો

GSRTC માં સિનિયર ક્લાર્ક અને કન્ડક્ટર નોકરી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી અને પીડિત દ્વારા સત્તત 4 મહિનાથી પોલીસ ફરિયાદ માટે પોલીસ સ્ટેશનથી મુખ્યમંત્રી કાર્યાલય સુધી ધક્કા ખાઈ રહ્યા છે.યુવરાજ સિંહે સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો નથી. નોકરીનું સપનું દેખાડી ઠગાઈ કરી હોવાનું માલૂમ થતા પહેલા ખોખરા પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે ફરિયાદ નોંધાવા અરજી આપેલ ત્યારબાદ બે મહીના પછી વટવા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરવા ગયા હતા.પરંતુ સામાન્ય અરજી લઈને આજદિન સુધી કોઈ જગાએ ગુનો નોંધવામાં આવેલ નથી.

શું માંગણી કરવામાં આવી?

– વોટસ એપ ચેટ, ઓડિયો રેકોર્ડિંગ, આરોપી સાથે થયેલ વાર્તાલાપ, પેમેન્ટ આર્થિક લેતીદેતીની તમામ નોંધણી
– સરકારી દસ્તાવેજ સાથે ચેડા કરી, ખોટા સિક્કાનો ઉપયોગ, બનાવટી આઇડી કાર્ડ અમોને આપી, કપટપૂર્વક, બદદાનતથી ઈરાદાપૂર્વક લલચાવી ઠગાઈ કરી છે.

– સરકાર આવા લેભાગું તત્વો વિરોધ કાયદેસરની કડક કાર્યવાહી કરે, અમારા જોડે તો ઠગાઈ થઈ જ છે પરંતુ ગુજરાતમાં કે અન્ય કોઈપણ સાથે આ પ્રકારની ઠગાઈ કે છેતરપિંડી ન થાય તેવો દાખલો બેસાડવામાં આવે.
– આરોપી દ્વારા (બીડાંણ 1) માં કબૂલાત કરવામાં આવી છે કે આ રીતે 4 જેટલા લોકોને અમદાવાદમાં સેટિંગ કરી નોકરી આપવામાં આવેલ છે.
– આ ચાર લોકો કોણ છે તેની તપાસ કરવામાં આવે

બરોડા ST ડેપો માં બોલાવવામાં આવતા હતા

અમદાવાદ માં કોઈ અધિકારી ટચ માં છે તેવી વાત પણ કરવામાં આવે છે તો આ અધિકારી કોણ? આ રીતે લોભામણી વાત કરી લોકોને બરોડા ST ડેપો માં બોલાવવામાં આવતા હતા. બરોડામાં પણ મોટા અધિકારી સાથે ઓળખાણ છે તેવી વાતો કરવામાં આવતી હતી. ડોક્યુમેનેટ વેરીફીકેશન કે અન્ય બાબતો માટે ઉમેદવારોને બરોડા જ બોલાવવામાં આવતા હતા.બરોડાના ક્યાં ઊંચ અધિકારી આમના સંપર્કમાં છે અને કેટલા કેટલા લોકોની છેતરપિંડી કરવામાં આવી ? તે તપાસનો વિષય છે. જો આની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ સામે આવી શકે છે.

કઈ રીતે ખંડણી કરવામાં આવી ?

– જેમાં એક યુવાન પાસેથી 97200 રૂપિયા પડાવી લીધા હતા.
– આ તમામ પૈસાનો વહેવાર ઓનલાઈન કરવામાં આવેલ હતા.
– જેમાં GSRTC નો નકલી એપોઇમેન્ટ લેટર આપવામાં આવ્યા.
– અનેક યુવાનોને નકલી આઈકાર્ડ પણ બનાવી આપેલ.
– અંદાજિત 45+ જેટલા લોકો સાથે ઠગાઈ થયેલ છે.

 

 

 

Scroll to Top