અમરેલી જિલ્લામાં મનરેગાના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો
ગ્રામીણ શ્રમિકોને રોજગારી માત્ર એક બે તાલુકામાં ફાળવવામાં આવી
2021 થી 2024 વચ્ચેના સમયગાળામાં જવાબદાર અધિકારીઓએ નીતિનિયમો નેવે મૂક્ય
Amreli: અમરેલીમાં ફરી ભ્રષ્ટાચાર મુદ્દે મોટો વિવાદ થયો છે. આ મામલે મુખ્યમંત્રી સુધી પત્ર લખાતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે જીલ્લા પંચાયતના ભાજપ સદસ્ય વિપુલ દુધાને મુખ્યમંત્રીને પત્ર લખતા રાજકીય મામલો ગરમાયો છે.મળતી વિગતો અનુસાર, અમરેલી ભાજપના નેતા વિપુલ દુધાતે મુખ્યમંત્રીને પત્ર પાઠવયો છે. તેઓએ પત્રમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં મનરેગાના MGNREGA કામોમાં ભષ્ટાચાર થયો છે. ગ્રામીણ શ્રમિકોને રોજગારી માત્ર એક બે તાલુકામાં ફાળવવામાં આવી છે. વર્ષ 2021 થી 2024 વચ્ચેના સમયગાળામાં જવાબદાર અધિકારીઓએ નીતિનિયમો નેવે મૂકી કામગીરી કરી છે.
MGNREGA કામોમાં ભ્રષ્ટાચાર
વધુમાં તેઓએ પત્રમાં જણાવ્યું હતું કે, અધિકારીઓ પર 7 થી 8 કરોડનો ભ્રષ્ટાચાર આક્ષેપ કરવામાં આવ્યો છે. દરેક કામોની સ્થળ તપાસ થાય તો અધિકારીઓ અને અન્ય વ્યક્તિઓના નામો ખુલે તેમ છે. આ ઉપરાંત તેઓએ આઇપીએસ હસમુખ પટેલની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવાની માંગ કરી છે. ભાજપના રાજમાં ભાજપના નેતાઓએ ભષ્ટ્રાચાર થયો હોવાનો આક્ષેપ કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.
શું છે મનરેગા
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 અથવા MGNREGA , જે અગાઉ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ અથવા NREGA તરીકે ઓળખાતું હતું, એ ભારતીય સામાજિક કલ્યાણ માપદંડ છે જેનો ઉદ્દેશ્ય ‘ કામ કરવાના અધિકાર’ની ખાતરી આપવાનો છે.



