Gondal: ગોંડલમાં મૃતકની બોડી પર 42 ઈજાનો ઉલ્લેખ, ફોરેન્સિક PMના રિપોર્ટમાં મોટો ખુલાસો

Gondal: ગોંડલના ( Gondal ) રાજકુમાર જાટની શંકાસ્પદ મોતની ઘટના પર મોટા સમાચાર સામે આવ્યા છે. કુવાડવા રોડ પોલીસે મૃતદેહનો ફોરેન્સિક PMનો પ્રાઈમરી રિપોર્ટ સામે આવ્યો છે. આ પ્રાઇમરી રિપોર્ટમાં મોતનું કારણ એકસીડન્ટના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. રાજકુમાર જાટના શરીર ઉપર એકસડન્ટ સિવાયની કોઈપણ ઈજાના નિશાન જોવા મળ્યા નથી.રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ દ્વારા પોતાના પુત્રની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના ગોંડલ ( Gondal ) સીટી બી ડિવિઝન પોલીસને આપવામાં આવેલી ગુમશુદા ફરિયાદમાં રતનલાલ જાટ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલામાં પુત્ર રાજકુમારને માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે.

મૃતદેહનો ફોરેન્સિક PMનો પ્રાઈમરી રિપોર્ટ સામે આવ્યો

ગોંડલના ( Gondal ) રાજકુમાર જાટની શંકાસ્પદ મોત મામલે વધુ એક ઘટસ્ફોટ થયો છે. રાજકોટ શહેર નોર્થ ડિવિઝનના ACP રાજેશ બારીયાએ આ વિશે નિવેદન આપ્યું છે. તેઓએ ફોરેન્સિક PMના રિપોર્ટ મામલે મોટો ખુલાસો થયો છે.ACP રાજેશ બારીયાએ જણાવ્યું હતું કે, મૃતકના શરીર ઉપર 42 જેટલી ઇજાઓના નિશાન જોવા મળ્યા હતા.પ્રાથમિક દ્રષ્ટિએ ઈજાઓના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક ગોંડલ-રાજકોટ હાઇવે ઉપર આવેલી ખોડીયાર હોટલ પાસે નિર્વસ્ત્ર જોવા મળ્યો હતો. મૃતકને જે વ્યક્તિ દ્વારા કપડાં પહેરાવવામાં આવ્યા હતા તેની પણ ઓળખ કરવામાં આવી છે અને તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.

108 ચાલકનું પણ નિવેદન નોંધવામાં આવ્યું

વધુમાં અકસ્માત થયા બાદ 108 ચાલક દ્વારા મૃતકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતું. આ મામલે તે 108 ચાલકનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે. બનાવ સમયે શંકાસ્પદ વાહનો અંગે પણ હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.આ ઉપરાંત મૃતકના શરીર ઉપર જમણા પગ અને ડાબા પગ ઉપર જે ચાટ્ઠાના નિશાન જે છે, એ અકસ્માતની ઇજાના કારણે પડ્યા છે કે પછી માર મારવાના કારણે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નહીં છે. જો કે, પરિવારનો આક્ષેપ છે કે, રાજકોટ રૂરલ પોલીસ દ્વારા જે CCTV ફૂટેજ પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના ઘરના બહાર પાડવામાં આવ્યા માત્ર અધુરા CCTV ફૂટેજ જ આપવામાં આવ્યા છે. આ CCTVમાં જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેમના માણસો રાજકુમાર જાટ સાથે વાતચીત કરતા હોય તેવા જ ફૂટેજ અપાયા છે.

જો કે, રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ ( Gondal ) પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. બંગલામાં પુત્રને માર મારવામાં આવ્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.

Scroll to Top