રાજ્યમાં ‘ફિક્સ પે’ નીતિ સામે કર્મચારીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે. રાજ્યમાંથી આ નીતિને સંપૂર્ણપણે નાબૂદ કરવા અથવા ફિક્સ પેનો સમયગાળો ઘટાડવાની માંગ સાથે કર્મચારીઓ મેદાને ઉતર્યા છે. આ અંગે વિદ્યાર્થી નેતા Yuvrajsinh Jadeja એ ન્યૂઝરૂમ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી. તેમણે જણાવ્યું કે, Fix Pay મુદ્દો સમજવા માટે એના ઇતિહાસને સમજવો બહુ જરૂરી છે. એટલે લગભગ 20 વર્ષનો વનવાસ ક્રમ ફિક્સ પેના કર્મચારીઓ છે એ ભોગવી રહ્યા છે. આ ફિક્સ પેના જે કર્મચારીઓ છે ને એમની ડિમાન્ડ બહુ વાજબી છે. Yuvrajsinh Jadeja એ કહ્યું કે, આ ફક્ત ને ફક્ત ગાજર લટકાવામાં આવે છે અથવા તો મમરો મુકવામાં આવે છે.
આ પણ વાંચો – Parul University: મોટી બબાલ છતાં પોલીસ ફરિયાદ નહીં?