વડોદરાના ચર્ચિત જમીન વિવાદ કેસમાં ક્રિકેટર Yusuf Pathan ને મોટો ઝટકો વાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટએ પઠાણની અરજી ફગાવીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પક્ષમાં ચુકાદો આપ્યો છે. વડોદરા કોર્પોરેશનની માલિકીની જમીન પર Yusuf Pathan એ ગેરકાયદે દબાણ કર્યું હોવાનું તંત્રએ જાહેર કર્યું છે. આ જમીન પર તબેલો અને દીવાલ બાંધવામાં આવી હતી. કોર્પોરેશન હવે ટૂંક સમયમાં કબજો લેવા માટે એક્શનમાં આવી ગયું છે.
આ પણ વાંચો – PM Modi: અચાનક ગુજરાત પ્રવાસે! નવાજૂનીના એંધાણ
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કડક સવાલ ઉઠાવ્યો હતો કે, “જ્યારે જમીન કોર્પોરેશનની માલિકીની છે, ત્યારે આજદિન સુધી કબજો કેમ લેવામાં આવ્યો નથી?” આ પછી કોર્પોરેશનની તાત્કાલિક કાર્યવાહી પર ભાર મૂકાયો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરે સ્પષ્ટ કર્યું, “આ પ્લોટ કોર્પોરેશનનો જ રહેશે. હવે તંત્ર કડક પગલાં લઈને કબજો મેળવશે.”
આ મામલો વર્ષ 2012માં શરૂ થયો હતો, જ્યારે યુસુફ પઠાણે જમીન માટે અરજી કરી હતી. સભાએ તેને મંજૂરી આપી હતી, પરંતુ રાજ્ય સરકારે સ્પષ્ટપણે નામંજૂરી આપી દીધી હતી. તેમ છતાં, જમીન પર તબેલો અને દીવાલ બાંધી દબાણ કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટના ચુકાદા પછી હવે તંત્ર સક્રિય બન્યું છે. કાયદેસર માલિકી સાબિત થતા કોર્પોરેશન ટૂંક સમયમાં જમીનનો કબજો લઈ શકે છે.



