Mahakumbh: મહાકુંભમાં યોગી સાથે આખા મંત્રીમંડળે આસ્થાની ડૂબકી લગાવી

Mahakumbh: પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં અનેક હસ્તીઓ આસ્થાની ડુબકી લગાવી રહ્યા છે. ત્યારે આજે (22-1-25) ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સાથે આખું મંત્રીમંડળ મહાકુંભ (Mahakumbh) માં ગયું હતું. યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સાથે આખા મંત્રીમંડળે આસ્થાની ડુબકી લગાવી હતી.ત્યારબાદ પ્રયાગરાજમાં પક્ષીઓને દાણા ખવડાવ્યા હતા.

મંત્રીમંડળે આસ્થાની ડુબકી લગાવી

સીએમ યોગી (Yogi Adityanath) એ કહ્યું કે,પ્રયાગરાજ અને આસપાસના વિસ્તારો માટે ટકાઉ વિકાસ કરવા માટે વિકાસ વિસ્તારનો વિકાસ કરીશું. ગંગા એક્સપ્રેસ વેને તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિસ્તૃત કરવામાં આવશે. ગંગા એક્સપ્રેસ વે પ્રયાગરાજથી મિર્ઝાપુર થઈને ભદોહી થઈને કાશી, ચંદૌલી થઈને ગાઝીપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસવે સાથે જોડાશે. વારાણસી અને ચંદૌલીથી એક્સપ્રેસવે સોનભદ્રને નેશનલ હાઈવે સાથે જોડશે. પ્રયાગરાજ, વારાણસી અને આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશન માટે બોન્ડ જારી કરવામાં આવશે.

9.25 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું

છેલ્લા એક સપ્તાહમાં 9.25 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે. પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રયાગરાજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે બોન્ડ જારી કરશે. આ સાથે જ KGMU સેન્ટરને મેડિકલ કોલેજ તરીકે સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ જિલ્લા હાથરસ, કાસગંજ અને બાગપતમાં ત્રણ નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવશે.

કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત

CMએ કહ્યું કે 62 ITI, 5 ઇન્વેન્શન અને ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. મહાકુંભમાં પ્રથમ વખત સમગ્ર મંત્રીમંડળ હાજર છે. રાજ્યના વિકાસને લગતી નીતિઓ પર ચર્ચા થઈ હતી. પ્રયાગરાજ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ એરોસ્પેસ અને સંરક્ષણ અને રોજગાર નીતિએ 5 વર્ષ પૂર્ણ કર્યા છે. તેનું નવીનીકરણ કરવામાં આવશે. વધુ રોકાણ આકર્ષવા માટે નવા પ્રોત્સાહનોની જાહેરાત કરવામાં આવી હતી.

Scroll to Top