ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે સતત બે ટેસ્ટ હાર્યા બાદ WTC ફાઈનલમાં પહોંચવું સરળ રહ્યું નથી. હવે ટેસ્ટ સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ પહેલા દર્શકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે, શું ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ નહીં રમી શકશે? જો ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં નહીં હોય તો કંઈ બે ટીમ હશે? તે જાણવા નીચે આપ્યા છે સમગ્ર સમીકરણ
આ ટીમ ફાઈનલ રમી શકે છે.
ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ની ફાઈનલ માટે સૌથી મોટી દાવેદાર ગણાઈ છે. કાંગારૂ ટીમ પોઈન્ટસ ટેબલમાં બીજા ક્રમે છે. ટીમ આ સાઈકલમાં અત્યાર સુધી 12 મેચ રમી છે, જેમાંથી તેણે 8માં જીત, 3માં હાર અને 1 મેચ ડ્રો સમાપ્ત રહી છે.
શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ મજબુત દાવેદાર
ઓસ્ટ્રેલિયાની જીતના પોઈન્ટસ 62.50 છે. જ્યારે ટીમ ઈન્ડિયાની વર્તમાન જીતના પોઈન્ટસ 62.82 છે. ઓસ્ટ્રેલિયા તેના બીજા સ્થાન અને ઉત્કૃષ્ટ જીતની ટકાવારીને કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા માટે પ્રબળ દાવેદાર હશે.બીજી ટીમ શ્રીલંકા અથવા ન્યુઝીલેન્ડ હોઈ શકે છે. હાલ પોઈન્ટ ટેબલમાં શ્રીલંકા ત્રીજા સ્થાને અને ન્યુઝીલેન્ડ ચોથા સ્થાને છે. શ્રીલંકાએ આ સાઈકલમાં અત્યાર સુધીમાં 9 ટેસ્ટ રમી છે. જેમાં તેમણે 5માં જીત, 4માં હાર અને 1 મેચ ડ્રો થઈ હતી. શ્રીલંકાની જીતની ટકાવારી 55.56 છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી 10 મેચ રમી છે, જેમાં તેમણે 5માં જીત અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. કિવી ટીમની જીતની ટકાવારી 50 છે.