women’s day: 8 માર્ચે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થતી હોય છે.ત્યારે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના નવસારીમાં લખપતી દિદિની સભાને સંબોધન કર્યું હતું. આ સભામાં મોટી સંખ્યમાં મહિલા હાજર રહી હતી. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે મીડિયાને જણાવ્યું હતું કે, રાજ્યમાં અમરેલીની પાટીદાર દીકરીને ન્યાય મળ્યો નથી. વડાપ્રધાન દીકરી ઉપર થયેલ અત્યાચાર અંગે વાત કરે તેવી વિનંતી
શક્તિસિંહ ગોહીલે શું કહ્યું ?
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day) નિમિત્તે આપણી માતા, બહેનો, દીકરીઓને શુભેચ્છા પાઠવું છું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે માનનીય વડાપ્રધાન ગુજરાતમાં છે.ત્યારે દાહોદમાં બળાત્કારની કોશિશ કરનાર ભાજપની વિચારધારાનો પ્રચારક બાળકીનું ગળું દબાવીને હત્યા કરે છે, અમરેલી (amreli) માં પાટીદારની દીકરી ઉપર થયેલ અત્યાચાર અંગે માનનીય વડાપ્રધાન વાત કરે એવી વિનંતી કરું છું. કોંગ્રેસ (congress) ની સરકારે માતા, બહેનો, દીકરીઓની સુરક્ષા માટે નિર્ભયા ફંડ ઊભું કર્યું હતું તે ફંડ માતા, બહેનો, દીકરીઓની સુરક્ષા માટે જ વપરાય પ્રચાર પ્રસાર માટે નહીં એ અંગેની વાત પણ વડાપ્રધાન કરે તેવી વિનંતી કરું છું.
અમરેલીની દિકરીને ક્યારે ન્યાય મળશે
ગુજારતમાં છેલ્લા એક વર્ષમાં અનેક મહિલા પર અત્યાસર થયા છે. જેમાં અમરેલી (amreli) માં પાટીદાર યુવતીને ખોટી રીતે સરઘસ કાઢવામાં આવ્યું. બીજી ઘટના ભરૂચમાં પ્રરપાંતિય યુવતી પર દુષ્ક્રમ કરવામાં આવ્યું. દાહોદમાં એક મહિલાને બાઈક સાથે બાંધી ઢસડવામાં આવી. રાજ્યમાં આવી અનેક મહિલા સાથે ખુબ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. પરંતુ હજી સુધી આ તમામ મહિલાને ન્યાય મળ્યો નથી.