IPL 2025: વિરાટ કોહલી IPLમાં લાંબા સમય સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન હતો. વિરાટ કોહલી બાદ ફાફ ડુ પ્લેસિસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ સંભાળી હતી. જોકે, IPL 2025ની સિઝન શરૂ થાય તે પહેલા મોટો સવાલ એ છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની કેપ્ટનશીપ કોણ કરશે? શું વિરાટ કોહલી ફરી એકવાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ કરતો જોવા મળશે? રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) આ સવાલ પર મોટા સંકેત આપ્યા છે. RCBના વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ રાજેશ મેનને એક ઇન્ટરવ્યુમાં ઘણા ખુલાસા કર્યા હતા.
RCBના વાઇસ પ્રેસિડેન્ટે ઇન્ટરવ્યુમાં કર્યો ખુલાસો
RCBના વાઇસ પ્રેસિડેન્ટે મીડિયાને ઈન્ટરવ્યુ આપતા કહ્યું અમારો કેપ્ટન કોણ હશે તે અંગે અમે હજુ કોઈ નિર્ણય લીધો નથીય પરંતુ અમારી ટીમમાં ઘણા ખેલાડી કેપ્ટન બની શકે તેમ છે.આમારી ટીમમાં 4 થી 5 ખેલાડી ટીમનું નેતૃત્વ કરી શકે છે.આરસીબી (RCB) માટે ક્યો ખેલાડી કપ્તાન બનવા યોગ્ય છે તે અંગે વિચાર વિમર્શ કર્યો નથી.આવનારા દિવસોમાં યોગ્ય નિર્ણય લઈ કપ્તાનનું નામ જાહેર કરશું.આરસીબી ટીમનો સૌથી સફળ કેપ્ટન વિરાટ કોહલી (VIRAT KOHLI) રહ્યો છે. તેણે RCB માટે 143 મેંચમાં કપ્તતાની કરી છે. જેમાં 66 મેચમાં જીત મળી જ્યારે 70 મેંચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
આ ખેલાડી બનશે કપ્તાન
IPL 2025ના મેગા ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) ફિલ સોલ્ટ, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથલ, ટિમ ડેવિડ, ભુવનેશ્વર કુમાર, જીતેશ શર્મા, દેવદત્ત પડિકલ અને જોશ હેઝલવુડ જેવા ખેલાડીઓને ખરીદ્યા હતા.RCBના હેડ મેનને વધુમાં કહ્યું હતું કે અમારી પહેલાથી જ તૈયાર હતી કે કયા ખેલાડીઓને ખરીદવાના છે. અમારા ભારતીય ખેલાડીઓ કોણ હશે અને અમારા વિદેશી ખેલાડીઓ કોણ હશે તે અંગે અમારી ખૂબ જ સ્પષ્ટ માનસિકતા હતી.