Visavadarમાં Patidar Samaj નક્કી કરશે ધારાસભ્ય ?
Visavadarમાં ચૂંટણી જયારે નો માહોલ જામ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવાર એવા kirit patel નિવેદન આપતા કહ્યું હતું કે “જો હું જીતીશ તો જયેશ રાદડિયાને મંત્રી બનાવીશ.” તો પ્રશ્ન એવો થાય કે વિસાવદરમાં ભાજપ તરફથી કિરીટ પટેલ ચૂંટણી લડે છે કે પછી જયેશ રાદડિયા?
ચૂંટણીનો માહોલ જાણવા માટે ન્યુઝરૂમ સાથે Visavadarના સ્થાનિક પત્રકારે વાત કરી. ત્યારે તેઓએ જણાવ્યું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ Jayesh Radadiyaને આ વિસ્તારની પ્રભારી તરીકેની જે જવાબદારી સોપી, ત્યારથી જ નક્કી હતું કે જયેશભાઈ રાદડિયા આ કિરીટભાઈ પટેલને ચૂંટણી જીતાડવા માટે પોતાની તમામ શક્તિઓને કામે લગાડશે. કારણ કે આ ચૂંટણી એ માત્ર કિરીટભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ જયેશભાઈ રાદડિયાની શાખનો એમ એમની ઈમેજનો એક પ્રશ્ન અત્યારે ઊભો થયો છે. કારણ કે આ વિસ્તાર લેવા પટેલ સમાજનો વિસ્તાર છે. અહીંયા લેવા પટેલ સમાજની ખૂબ બહુ મોટી વસ્તી છે. અને જો લેવા પટેલ સમાજની વસ્તીની અંદર જો જયેશભાઈ રાદડિયાનો પણ ઇન્કાર કરવામાં આવે તો એ વાત યોગ્ય નથી. એટલા માટે હવે જયેશભાઈ રાદડિયા કિરીટભાઈ પટેલને જીતાડવા માટે તનતોડ અત્યારે મહેનત કરી રહ્યા છે. કિરીટભાઈ પટેલ તો પોતાના ચૂંટણી પ્રચારમાં છે વ્યસ્ત છે. પણ અત્યારે જયેશભાઈ રાદડિયા તો ખાટલા બેઠકો શરૂ કરી દીધી છે. એમના સમાજના જે કહેવાય છે આગેવાનો એમને પણ સમજાવવા માટેની અત્યારે કોશિશો શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો-
Visavadar: 800 દિવસ બાદ પેરિસ જેવા રસ્તાઓ બનશે!
આ ઉપરાંત ત્યાના સ્થાનિક પ્રશ્નો વિષે પણ વાત કરતા તેઓએ જણાવ્યું કે પીજીવીસીએલ તમે ડિપાર્ટમેન્ટ હોય કે મામલદાર ઓફિસ હોય કે તાલુકા પંચાયત હોય, અનેક જગ્યાઓ ખાલી છે. એ ખાલી જગ્યાઓને કારણે લોકોના કામ સમયસર થતા નથી. લોકોને અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે,પણ આવનારા દિવસોમાં જો કોઈ સબળ તાકાતવાન અને લોકોના કામ કરી શકે એવો જો ધારાસભ્ય આવે તો આ વિસ્તારનું ભલું થાય એવું અત્યારે લોકો ઈચ્છી રહ્યા છે. 2022 પછી અઢી વર્ષનો સમયગાળો ગયો, એમાં વચ્ચે દોઢ બે વર્ષ તો અમારે ધારાસભ્ય વિહોણો વિધાનસભા મતવિસ્તાર રહેલો છે અને એટલા માટે છેલ્લા આ બે વર્ષથી રોડ રસ્તાનો ખૂબ પ્રશ્ન આવ્યો છે. રોડ રસ્તાઓ તૂટી ગયા છે, ખરાબ બની ગયા છે.