શું ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકારણમાં જોડાશે? આપ્યો મોટો જવાબ

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) હંમેશા કોઈને કોઈ વાતને લઈને સમાચારમાં રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ દેશના વિકાસથી લઈને રાજકીય પાસાઓ સુધીના અનેક મુદ્દાઓ પર અલગ-અલગ નિવેદનો આપ્યા છે.સતત નિવેદન બાદ મીડીયા સામે રાજકારણ અંગે માહિતી આપી હતી.તમણે ખાનગી મીડિયાને કહ્યું હતું કે હાલ રાજકારણમાં જોડાવાની કોઈ યોજના નથી.

હોસ્પિટલ અને મંદિર બનાવવાનો નિર્ણય

બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Shastri) એ વધુમાં કહ્યું અહીં લોકો માટે હોસ્પિટલ અને મંદિર બનાવવાનો નિર્ણય લીધો છે. આ વિસ્તારમાં લોકોને દુ:ખએ આપણું અંગત દુ:ખ છે.સનાતન ધર્મને અનુસરીએ છીએ અને વસુદૈવ કુટુંબકમની નીતિનું પાલન પણ કર્યે છીએ.આ સાથે સાથે નીતિ હેઠળ જનતા માટે સારા કાર્યને આગળ ધપાવીશું.રાજકીય બાબત પર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Shastri) એ કહ્યું નેતા બનવાની કોઈ યોજના નથી. નેતાઓને કાર્યક્રમોમાં આમંત્રિત કરવા એ ખરાબ વાત નથી. દેશને આગળ લઈ જવા માટે તે એક ખૂબ જ અસરકારક માધ્યમ પણ છે. ધર્મ, નીતિ અને રાજકારણ એ બે જ છે જે સમગ્ર વિશ્વને ચલાવવાનું કામ કરે છે.

નેતાઓને કાર્યક્રમોમાં આમંત્રિત કરવા એ ખરાબ વાત નથી

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Shastri) એ વધુમાં જણાવ્યું હતું કે અમે દરેકને હોસ્પિટલ અને મંદિરના નિર્માણના કામમાં સહયોગ આપવા આમંત્રણ આપ્યું છે. જ્યારે અમે વડા પ્રધાનને કહ્યું કે અમે તમને આમંત્રણ આપીએ છીએ, ત્યારે તેમણે હા કહ્યું, અમે જોઈશું અને બીજા જ દિવસે તેમણે હા પાડી. તેમણે અમારું આમંત્રણ સહજતાથી સ્વીકારીને મને આશ્ચર્યચકિત કરી દીધું છે. આ તેમનો નમ્ર સ્વભાવ છે. ઉપરાંત, સનાતન પ્રત્યેનું તેમનું સમર્પણ. તે ખૂબ જ સારી બાબત છે જે દરેક વ્યક્તિ જાણે છે.

 

 

 

 

Scroll to Top