America: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા એક ઇન્ટરવ્યુ રવિવારે પબ્લિશ થયો હતો.જેમાં અમેરિકન (America) પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ કર્યો હતો કે,યુએસમાં મંદી આવશે કે કેમ તે અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો.આ સવાલનો જવાબ આપતા અમેરિકન (America) પ્રેસિડેન્ટે મંદીની શક્યતા નકારવાનો ઇન્કાર કરી દેતા કહ્યું હતું કે, મને આ પ્રકારની બાબતો પર કોઈ આગાહી કરવી બિલકુલ પંસદ નથી. તેમણે કહ્યું કે હાલ ટ્રાન્ઝીશન પિરિયડ ચાલી રહ્યો છે.પોતાની સરકાર જે કરી રહી છે તે ખૂબ જ મોટું કામ છે.ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે, પોતે અમેરિકાની સંપત્તિ દેશમાં પાછી લાવી રહ્યા છે અને આ કામ જરાય આસાન નથી.તેમાં થોડો સમય લાગશે તે વાતનો સ્વીકાર કરતાં ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે, તેનું પરિણામ ઘણું જ સકારાત્મક રહેશે.ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફોર્ડ શરૂ કર્યું ત્યારબાદ દુનિયાભરના શેર બજાર ઊંધા માથે પછડાયા છે. અમેરિકાની ઇકોનોમીમાં પણ મંદી આવવાના સંકેત દેખાઈ રહ્યા છે.ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે મેક્સિકો અને કેનેડાથી અમેરિકા (America) માં આવતા માલ પર 25% ટેરીફ નાખવાની જાહેરાત સાથે ચાઇનીઝ માલ પરની ડ્યુટી ડબલ કરી નાખી હતી.
અમેરિકાની ઇકોનોમીમાં પણ મંદી આવવાના સંકેત
કેનેડા અને મેક્સિકો પર અમુક પ્રકારના ટેરીફ એપ્રિલ સેકન્ડ સુધી મૂલતી રાખવાની પણ જાહેરાત કરી હતી. અમેરિકા (America) ની ઇકોનોમીનું પરફોર્મન્સ પણ છેલ્લા છ મહિનાના સૌથી ખરાબ સ્તર પર પહોંચી ચૂક્યું છે.ટ્રમ્પના ટેરીફ વોરથી થનારી સંભવિત અસરોને કારણે અમેરિકા (America) ના શેર બજારમાં ગયા સપ્તાહે ભારે કડાકો બોલાયો હતો.એટલાન્ટા ફેડરલ રિઝર્વના ટ્રેકરે પણ જાન્યુઆરીથી માર્ચના ગાળા દરમિયાન જીડીપીમાં 2.4% નો ઘટાડો થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.ગયા મહિને જ તેનો અંદાજ 23% ના વધારાનો હતો આ બાબત એ સૂચવે છે કે, ટ્રમ્પની પોલીસીને કારણે અમેરિકા (America) ની ઇકોનોમીને કેટલું નુકસાન થઈ શકે છે.શુક્રવારે ગવર્મેન્ટ સાધશે પણ આગામી 12 મહિનામાં મંદી આવવાની સંભાવનાને 15% થી વધારીને 20% કરી નાખી હતી.જો કે હજુ ગયા સપ્તાહ જ અમેરિકા (America) ની ઇકોનોમી એક પોઝિટિવ સાઈન દર્શાવી હતી. જાન્યુઆરીમાં 1.51 લાખ નવી જોબ્સ સર્જાઈ હોવાનો રિપોર્ટ યુએસ બ્યુરો ઓફ લેબર સ્ટેટેસ્ટીક્સ દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો હતો.અર્થશાસ્ત્રીઓના અંદાજથી થોડો ઓછો પરંતુ 2024 ની એવરેજની આસપાસ રહ્યો છે.
12 મહિનામાં મંદી આવવાની સંભાવના
ટ્રમ્પની ઇકોનોમિક પોલીસી ઉપરાંત માસ ડિપોર્ટેશન પણ અમેરિકા (America) ની ઇકોનોમી પર અવળી અસર ઊભી કરી શકે છે.એલોન મસ્કે પણ ઇલેક્શન પહેલા એવું જણાવ્યું હતું કે ટ્રમ્પના સત્તા સંભાળ્યા બાદ અર્થતંત્રમાં સુધારાનો દોર શરૂ થશે અને તેના કારણે કેટલાક સમય માટે તેની નેગેટિવ અસર પણ ઇકોનોમીમાં જોવા મળી શકે છે.ટ્રમ્પની પહેલી ટર્મ દરમિયાન પણ ટેરીફ વોરને કારણે ગ્લોબલ ઇકોનોમીને ખાસું નુકસાન થયું હતું.દુનિયાભરના સ્ટોક માર્કેટ્સમાં મોટો કડાકો થયો હતો.જો કે અમેરિકન (America) પ્રેસિડેન્ટનો દાવો છે કે તેમના નિર્ણયોને કારણે ટૂંકાગાળા માટે ભલે ઇકોનોમીમાં મંદી જેવી સ્થિતિ સર્જાય પરંતુ લાંબા ગાળે અમેરિકામાં મોટું ઇન્વેસ્ટમેન્ટ આવશે તેમજ જોબ ઓપોર્ચ્યુનિટીસમાં પણ વધારો થશે.ટ્રમ્પે સત્તા પર આવતા જ વ્યાજના દર ઘટાડી દેવાની અને મોંઘવારી અને ગણતરીના દિવસોમાં જ કાબુમાં લેવાની વાત કરી હતી.