Political News – વિસાવદર – ભેંસાણની બેઠક પરથી વર્ષ 2017માં કોંગ્રેસના ( Congress ) ઉમેદવાર હર્ષદ રીબડીયાની જીત થઈ હતી. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા પરંતુ, વર્ષ 2022માં હર્ષદ રીબડીયા સામે આમ આદમી પાર્ટીના ( Aam Aadmi Party ) ભુપત ભાયાણીની 7 હજાર કરતા વધુ મતથી જીત થઈ હતી. હર્ષદ રીબડીયાએ ભુપત ભાયાણીના જીતને પડકારતી પીટિશન હાઈકોર્ટમાં કરી હતી. પરંતુ હવે હર્ષદ રીબડીયાએ આ અરજી પાછી ખેંચી છે. આ કારણોસર આગામી દિવસોમાં વિસાવદર – ભેંસાણ બેઠકની ચૂંટણી ( Election) યોજાશે. ત્યારે કઈ પાર્ટી કોને ઉમેદવાર તરીકે જાહેર કરશે તે ગણગણાટ રાજકીય વર્તુળોમાં શરૂ થઈ ગયો છે.
પરંતુ મહત્વની વાત એ છે કે, કોંગ્રેસ ( Congress ) પાર્ટી પોતાનું વચન વિસાવદરની ચૂંટણીમાં ( Election) પાળશે કે કેમ તે ચર્ચા શરૂ થઈ છે. કારણ કે જ્યારે વાવ વિધાનસભામાં પેટાચૂંટણી યોજાઈ હતી ત્યારે આમ આદમી પાર્ટીએ ( Aam Aadmi Party ) કોંગ્રેસને સમર્થન આપ્યું હતું, કારણ કે ત્યાં ગુલાબસિંહ રાજપૂત મેદાને હતા. હવે વિસાવદરની ચૂંટણીમાં ( Election) શું કોંગ્રેસ ( Congress ) આમ આદમી પાર્ટીને ( Aam Aadmi Party ) સમર્થન આપશે કે કેમ તે જોવાનું છે.
વિસાવદરની બેઠક એક એવી બેઠક છે કે, જ્યાં મતદારો કોઈ પાર્ટી પ્રત્યે સમર્પિત નથી પરંતુ, વ્યક્તિ જોઈને મત આપે છે. કેશુભાઈ પટેલે પણ આ જ બેઠક પરથી જીત મેળવી હતી, જ્યારે તેમના પુત્રની આ જ બેઠક પરથી હાર થઈ હતી. વિસાવદરની બેઠકને કોઈ પાર્ટીનો ગઢ માનવામાં આવતો નથી. આ બેઠક પરથી ક્યારેક ભાજપ કે કોંગ્રેસ ( Congress ) તો વળી ક્યારેક કેશુભાઈ પટેલની અલગ પાર્ટી તો વળી ક્યારેક આમ આદમી પાર્ટી પણ જીતતી આવી છે.
વાવ વિધાનસભામાં કોંગ્રેસ ( Congress ) અને આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party ) ગઠબંધન સાથે લડી હતી તેમ છતાં ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ હતી. ત્યારે રાજકીય વિષ્લેષકો એવું માની રહ્યા છે કે, કદાચ કોંગ્રેસ ( Congress ) અને આપ બંને સાથે લડશે તો મત વિભાજન ઓછા થશે. પરંતુ બીજી વાત એ પણ છે કે, તાજેતર દિલ્હીમાં યોજાયેલ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ( Aam Aadmi Party ) કારમી હાર થઈ, અરવિંદ કેજરીવાદ સ્વયંએ હારનો સામનો કરવો પડ્યો હતો, તો હવે કોંગ્રેસ આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મુકે કે કેમ તે આગામી ચૂંટણીમાં જોવું રહ્યું.