Donald Trump ના ખાસ મનાતા મૂળ ભારતીય Kash Patel ખુબ ચર્ચમાં છે. યુએસ સેનેટે FBI (ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) ના ડિરેક્ટર તરીકે ભારતીય મૂળના કાશ પટેલના નામાંકનને મંજૂરી આપી છે. સી-સ્પેન મુજબ, પટેલે ૫૧-૪૭ મતથી મંજૂરી મેળવી. ડેમોક્રેટ્સે ચેતવણી આપી હતી કે રિપબ્લિકન સમર્થક કશ્યપ પટેલ, રાષ્ટ્રપતિના રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા માટે FBIનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેમના વિરોધ છતાં આ મંજૂરી મળી.કશ્યપ પ્રમોદ વિનોદ પટેલ, જેને સામાન્ય રીતે કાશ પટેલ તરીકે ઓળખવામાં આવે છે, તેમનો જન્મ 25 ફેબ્રુઆરી, 1980 ના રોજ ગાર્ડન સિટી, ન્યુ યોર્કમાં ભારતીય ગુજરાતી ઇમિગ્રન્ટ માતાપિતાને ત્યાં થયો હતો.
Donald Trump ના ખાસ મનાતા અને મૂળ ભારતીય FBI ડિરેક્ટર બનેલા Kash Patelની મિલકત મામલે કેમ ચર્ચામાં
