Gujarat માં વારંવાર સરકારી ગોડાઉનમાં કેમ આગ લાગે છે, સાંભળો ખેડૂતની વેદના | Newz Room Gujarat

Gujarat માં વારંવાર સરકારી ગોડાઉનમાં આગ લાગે છે.આગ લાગવાના કારણે ખેડુતોની વેદના સામે આવી છે.પાલ આંબલિયાએ કહ્યું ગુજરાતમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવીએ સામાન્ય ઘટના બની ગઈ છે. ભ્રષ્ટાચારને છુપાવવા માટે સરકારના મળતીયાઓ જ આગ લગાવે છે. સરકારમાં બેઠેલા ભાજપના જ આગેવાનો ભ્રષ્ટાચાર કરે છે. પછી તપાસ સમિતિ નિમેંને નિર્દોષ પણ જાહેર થઈ જાય છે.મગફળી ગોડાઉનમાં લાગેલી આગમાં કડક હાથે કામ લીધું હોત તો આજે આગ ન લાગી હોત.ચોર પોતે, ચોકીદાર પોતે, પોલિસ પોતે, જજ પણ પોતે તેવો ઘાટ મગફળી કૌભાંડમાં દર વખતે રચાય છે. આ ઉપરાંત પાલ આંબલીયાએ સરકારને આક્રરા સવાલો પણ કર્યા હતા.

Scroll to Top