Rajkot News: રાજકોટ જીલ્લા ભાજપના જૂથવાદના પડઘા ફરી દિલ્લી સુધી પહોંચ્યા છે. તાજેતરમાં અલ્પેશ ઢોલરીયાની રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થઈ. આ કારણોસર યોજાયેલ સત્કાર સમારોહ બાદ પ્રદેશના અને જિલ્લાના આગેવાનોની હાજરીમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા (Bharat Boghra) ના અન્ય ને જિ. ભાજપના મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી વચ્ચે માથાકૂટ થતા સુધી મામલો ગરમાયો હતો. મોડી રાત સુધી ગાંધીનગર અને દિલ્હી સુધી આ ઘટના પડ્યા હતા.
ભરત બોઘરાની ખુલ્લેઆમ ફજ્જેતી
ઘટના મુજબ, જિલ્લાના એક આગેવાને સોનલબેનને રામરામ કરતા ડો. ભરતભાઈ બોઘરા (Bharat Boghra) વચ્ચે કૂદી પડ્યા હતા અને સોનલબેનને તુંકારો કરી કહ્યું હતું કે ચાલ તું જવા દે તારું કંઈ કામ નથી ! સોનલબેનને તુંકારો કર્યો હોય તેમનાથી સહન ન થતા તેણીએ પણ ડો.ભરતભાઈ બોઘરા (Bharat Boghra) ની કારમાં હાથ પછાડ્યો અને કહ્યું કે, તુ મને કેમ તુકારો કરે છે આજ પછી મને કચારેય તુકારો કરીને બોલાવતો નહિં હો. આ પછી પ્રદેશના અને જિલ્લાના આગેવાનો, ભરતભાઇ બોઘરા (Bharat Boghra) અને સોનલબેન વસાણી અવાચક બની ગયા હતા અને વધુ ઝઘડો ન થાય તે માટે ડો.ભરતભાઈ (Bharat Boghra) ને આગેવાનો ગાડીમાં બેસાડી લઈને નીકળી ગયા હતા.
ભરતભાઈનો ફોન સોનલબેને ન ઉપાડ્યો
બાદમાં ભરતભાઈ (Bharat Boghra) ને પોતાની ભૂલ સમજાતા અને આ ઝઘડો વધારે ન થાય માટે ડો. ભરતભાઈ (Bharat Boghra) એ સોનલબેનનાં મોબાઈલમાં ફોન કર્યા હતા પરંતુ સોનલબેને ફોન ઉપાડ્યા ન હતા. બાદમાં જસદણના અગ્રણીના મોબાઈલમાં પણ ફોન કર્યા હતા. સરધારની એક હોટલ પાસે સોનલબેનની પાછળ પાછળ આવી ભરતબોઘરા (Bharat Boghra) એ માફી પણ માંગી હતી.
આ ઘટનાના પડ્ઘા દિલ્હી સુધી પડ્યા
આ ઘટનાના પડઘા પ્રદેશ અને દિલ્લી સુધી પડ્યા હતા. મોડીરાત્રે સોનલબેન વસાણીએ દિલ્લી સુધી ફરિયાદો કરી હતી. સામેપક્ષે ડો.ભરતભાઈ (Bharat Boghra) એ પણ દિલ્લી સુધી ખુલાસા આપ્યા હતા. આ ઘટનાથી જસદણ ભાજપના કાર્યકરોમાં પણ અસંતોષ ફેલાઈ ગયો છે. પરંતુ બે દિવસ પહેલા બનેલી આ ઘટનાના પડદા ગાંધીનગર બાદમાં ભરતભાઈબોઘરા (Bharat Boghra) ને તેમની ભૂલ સમજાતાં અને આ ઝઘડો અને દિલ્હી સુધી પડ્યા છે.