Alia Bhatt: આલિયા ભટ્ટ (Alia Bhatt) ને ગુસ્સો ઓછો આવે છે. પણ જ્યારે ગુસ્સો આવે ત્યારે તે કોઈના કાબુમાં આવતી નથી. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે, જેના પર લોકો ખોટી કોમેન્ટ કરી રહ્યા છે. આલિયા ભટ્ટ (Alia Bhatt) ની પોસ્ટ પર લોકો તેના ચહેરા પર સ્માઈલ વાંકીચૂંકી થઈ ગઈ છે, તેનો ચહેરો લક્વો થઈ ગયો છે. આવા રૂમર ફેલાવનાર ફેન્સ પર આલિયા ભટ્ટ (Alia Bhatt) ગુસ્સે થઈ ગય છે. અને સાંભળાવ્યું ખરી ખોટી. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી પોસ્ટ શેર કરી.
તમારે મારા માટે વિચારવા બદલ આભાર
ભટ્ટે (Alia Bhatt) વધુમાં કહ્યું કે, તમારા મતે મારી બોલવાની આ રીત વિચિત્ર છે તો તે ખુબ જ સારૂ છે. તમારે મારા માટે વિચારવા બદલ આભાર. તમારે તમારા ચહેરો જોવો જોઈએ. તેણે વધુમાં કહ્યું કે, મારો ચહેરો એક બાજુ લકવાગ્રસ્ત છે? શું તમે મજાક કરી રહ્યા છો? આ એવા ગંભીર દાવો છે જે કોઈપણ પુરાવા વિના, કોઈપણ પુષ્ટિ વિના અને બિલકુલ આધાર વિના બેદરકારીપૂર્વક,ખોટી રીતે કરવામાં આવ્યો છે.
આલિયા ભટ્ટ પર ફેન્સે કરી ગંદી કોમેન્ટ
આલિયા (Alia Bhatt) એ પોસ્ટમાં લખ્યું કે, સમાજે મહિલાને જજ કરવાની અને તેને છેડતી કરવાની આદત છોડી દેવી જોઈએ. મહિલાના ચહેરા, શરીર અને અંગત જીવન અને બમ્પ પર ખરાબ વાતો કરવામાં આવે છે. સ્ત્રીઓ જ સ્ત્રીઓ સાથે અન્યાય કરે છે.અમે એકબીજાની ખામીઓ દર્શાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આપણે આપણું જીવન જીવવું જોઈએ અને બીજાને પણ જીવવા દઈએ.