Swami: ગઈ કાલે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના કારણે રઘુવંશી અને લોહાણા સમાજે આ નિવેદનનો ભારે વિરોધ કર્યો હતો.આ બંન્ને સમાજના ભારે વિવાદ બાદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી હતી. પરંતુ આ માફી બાદ પણ મામલો શાંત નથી પડ્યો.સ્વામિનારાયણ સંપ્રદાય સામે વીરપૂરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વીરપુરમાં લોહાણા સમાજ અને રઘુવંશી સમાજ દ્વારા જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.જો જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુરમાં જલારામ બાપાના શરણોમાં આવી દંડવત કરી માફી નહીં માંગે તો અગામી સમયમાં રાજ્ય ભરમાં આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત તમામ જિલ્લામાં ધરણા પણ થશે. જ્યારે આજે વહેલી સવારથી વિવાદીત નિવેદન પર વીરપૂર સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે.