સુરેન્દ્રનગરમાં હથિયારનો પરવાનો ધરાવતાં 17 શખ્સ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો કેમ દાખલ?

Why 17 people with weapons licenses in Surendranagar charged under the Arms Act
  • પોલીસે 5-પીસ્તોલ, 12-રિવોલ્વર, 8-બાર બોર, 216 કારટીસ સાથે રૂા. 25.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • નાગાલેન્ડ અને મણીપુર રાજ્યમાંથી એજન્ટો મારફતે લાયસન્સ મેળવી હથિયારો ખરીદયા હતા
  •  17 શખ્સ પૈકી 13 શખ્સનો ગુનાહિત ઈતિહાસ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એસઓજી પોલીસે 30મી માર્ચે મણીપુર અને નાગાલેન્ડમાંથી શંકાસ્પદ રીતે હથિયારના લાઈસન્સ મેળવી હથિયાર ખરીદનાર 21 શખ્સને રાઉન્ડઅપ કર્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી જેમાં 17 જેટલા શખ્સ પાસેથી 25 હથિયાર મળી આવ્યા હતા. આ મામલે પોલીસે તમામ શખ્સ વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ સવાલ એ થાય છે કે તમામ લોકો પાસે હથિયારનો પરવાનો હતો તો ગુનો કેમ દાખલ થયો?

સુરેન્દ્રનગર એસઓજી પોલીસે (SOG Police Surendranagar) ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 21 હથિયાર ધરાવતા શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન 17 શખ્સએ એજન્ટો મારફતે મણીપુર (Manipur) અને નાગાલેન્ડ (Nagaland) જેવા રાજ્યોમાંથી ઓલ ઈન્ડિયા પરમીટ ધરાવતા હથિયારના લાઈસન્સ મેળવ્યા હોવાનું સામે આવ્યું હતું.

તમામ શખ્સ પાસેથી 5-પીસ્તોલ, 12-રિવોલ્વર, 8-બારબોર,215 કારટીસ સહિત 25 હથિયારો કુલ કિંમત અંદાજે રૂા.25,21,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં મણીપુર અને નાગાલેન્ડ ખાતે રહેતા એજન્ટ મુકેશભાઈ (મુળ રહે.વાંકાનેર, મોરબી), છેલાભાઈ વેલાભાઈ ભરવાડ (મુળ રહે.દરોડ, તા.ચુડા, હાલ રહે.સુરત) વિજયભાઈ ભરવાડ રહે.સુરત, અને સોકતઅલી રહે.હરીયાણા વાળા પાસેથી હથિયારના લાઈસન્સ મેળવ્યા હોવાની કબૂલાત કરી હતી.

આથી હથિયાર ખરીદનાર શખ્સો સામે આર્મ્સ એક્ટ (Arms Act) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પૈકી 13 શખ્સ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને 4 શખ્સો પાસેથી માત્ર લાઈસન્સ જ મળી આવ્યા છે તેઓએ હથિયારની ખરીદી કરી નહોતી. ત્યારે સવાલ એ છે કે હથિરાનું લાઈસન્સ હતું તો ગુનો કેમ દાખલ કરવામાં આવ્યો.

સામાન્ય રીતે કોઇ અરજદાર બહારના રાજ્ય કે અન્ય જિલ્લામાંથી હથિયારના લાઈસન્સ મેળવે છે ત્યારે તેની નોંધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરાવાની રહેતી હોય છે. તેમજ ચૂંટણી સમયે હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવું પડતું હોય છે. જે ઉપરોક્ત એક પણ શખ્સોએ પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવ્યા ન હતો માટે તમામ શખ્સો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

ક્રમ હથિયારધારકનું નામ હથિયારનો પ્રકાર કિંમત
1 ઉમેશભાઈ ઉર્ફે બાબુભાઈડાયભાઈ આલ રિવોલ્વર 1.50 લાખ
2 કેવલભાઈ રમેશભાઈ કલોતરા પીસ્તોલ 1.50 લાખ
3 અશોકભાઈ રમેશભાઈ કલોતરા પીસ્તોલ 1.50 લાખ
4 હરિભાઈ ચોથાભાઈ બાંમ્ભા પીસ્તોલ/બારબોર 1.50લાખ
5 લખમણભાઈ ઉર્ફે બકાભાઈ ચોથાભાઈ બાંમ્ભા રિવોલ્વર 1.50 લાખ
6 હરિભાઈ રણુભાઈ જોગરાણા-(કારટીસ-22) રિવોલ્વર 1.52 લાખ
7 રૂપાભાઈ ખોડાભાઈ જોગરાણા રિવોલ્વર 1.50 લાખ
8 મયુરભાઈ લક્ષ્મણભાઈ સોંડલા-(કારટીસ-48) રિવોલ્વર/બારબોર 1.55 લાખ
9 નથુભાઈ કાળાભાઈ બાંમ્ભા-(કારટીસ-48) રિવોલ્વર/બારબોર 1.54 લાખ
10 દિગેશભાઈ કરશનભાઈ સભાડ-(કારટીસ-25) રિવોલ્વર 1.02 લાખ
11 વરજાંગભાઈ હનુભાઈ મીર-(કારટીસ-25) પીસ્તોલ/બારબોર 1.52 લાખ
12 ભરતભાઈ રમેશભાઈ અલગોતર રિવોલ્વર 1.00 લાખ
13 રાહુલભાઈ જાગાભાઈ અલગોતર પીસ્તોલ/બારબોર 2.30 લાખ
14 ગોપાલભાઈ હિરાભાઈ જોગરાણા-(કારટીસ-48) રિવોલ્વર/બારબોર 1.55 લાખ
15 ગભરૂભાઈ ઉર્ફે મોગલ સગરામભાઈ સામ્બંડ રિવોલ્વર 1.00 લાખ
16 લીંમ્બાભાઈ ભોટાભાઈ સરૈયા રિવોલ્વર/બારબોર 1.50 લાખ
17 રમેશભાઈ કુંવરાભાઈ વરૂ રિવોલ્વર/બારબોર 1.70 લાખ

 

 

Scroll to Top