BJP Gujarat News: ભુપેન્દ્ર યાદવ(Bhupendra Yadav)ની સી.આર.પાટીલ(C.R. Patil) સાથે બેઠક પછી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને ભાજપમાં રાજકીય ક્ષેત્રે હિલચાલ વધતી જોવા મળી રહી છે.પ્રદેશ પ્રમુખ કોને બનાવવા તેના માટે દિલ્હી(Delhi)માં બેઠક મળી અને ગુજરાતમાં ચર્ચાએ જોર પકડયું છે.ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખની પસંદગી માટે નીરિક્ષક તરીકે સાંસદ સભ્ય ભુપેન્દ્ર યાદવને જવાબદારી સોંપાઈ છે.
ગુજરાત નગર-મહાનગર પાલિકાની ચૂંટણી વખતેથી ત્યાર બેઠેલા ગુજરાત ભાજપના નેતાઓ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત ક્યારે થશે તેની રાહમાં છે.પરંતુ હજુ સુધી પ્રેદેશ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.તેથી સી.આર.પાટીલની આ બેઠક પછી મુદ્દો વંટોળની જેમ ચગ્યો છે.જોકે,રાષ્ટ્રીય અઘ્યક્ષ મુદ્દે પણ અત્યાર સુધી નામ જાહેર ન થતાં ગુજરાત પ્રદેશ પ્રમુખનો મામલો હજુ અટવાયો હોય એવું લાગી રહ્યું છે.આ વચ્ચે મંગળવારે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના નિવાસ સ્થાને જઈને ભુપેન્દ્ર યાદવે બેઠક યોજી હતી.આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ મુદ્દે ચર્ચા થઈ હોય એવું લાગી રહ્યું છે.
આ બેઠકને લીધે ગુજરાત સ્તરે રાજકીય હીલચાલ જોવા મળી રહી છે.ભુપેન્દ્ર યાદવને ગુજરાત ભાજપ પ્રમુખની પસંદગી માટે નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.અને ટૂંક સમયમાં જ ભુપેન્દ્ર યાદવ ગાંધીનગર(Gandhinagar) આવી શકે છે.આમ તો ઓબીસી નેતાને ગુજરાત ભાજપનું સુકાન સોંપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે પણ દર વખતે ની જેમ ભાજપ કોથળા માંથી બિલાળું કાઢે તેવી પુરે પુરી શક્યતા છે.પરંતુ દિલ્હીમાં એવું ચર્ચાય રહ્યું છે કે યુવા ચેહરાને ગુજરાત ભાજપની લગામ સોંપવમાં આવે.