Arvind Kejriwal ને હરાવનાર પ્રવેશ વર્મામાં કોણ છે? જાણો રસપ્રદ ઈતિહાસ

Delhi assembly Elaction: દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ ફરી એકવાર સત્તામાં આવી રહ્યું છે.ચૂંટણી પંચ મૂજબ ભાજપે 4 બેઠકો જીતી છે અને 44 બેઠકો પર આગળ છે.જ્યારે કુલ 48 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.દિલ્હીની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) ની સામે બે પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ચૂંટણી લડી રહ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના સ્થાપક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ arvind kejriwal) ની હાર થઇ છે. તમે જાણે છો અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ વર્મા કોણ છે?

દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ ની સરકાર

આમ આદમી પાર્ટીના કન્વીનર અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) ન્યુ દિલ્હી બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. અને તેઓ ચોથી વખત આ બેઠક પરથી જ ઉમેદવારી કરી હતી.તેની સામે ભાજપે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી સાહિબસિંહ વર્માનો પુત્ર પ્રવેશ વર્મા મેદાને હતા. જ્યારે કૉંગ્રેસે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને ટિકિટ આપી હતી.વર્ષ 2013માં અરવિંદ કેજરીવાલે તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિતને હરાવીને દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા.ત્યારથી તેઓ આ બેઠક પરથી ધારાસભ્ય હતા. પરંતુ 2025ની વિધાનસભામાં તેમની હાર થઈ હતી.

અરવિંદ કેજરાવાલ નવી દિલ્હીથી હાર

અરવિંદ કેજરીવાલ arvind kejriwal) ને હરાવનાર ભાજપના પૂર્વ સાંસદ પ્રવેશ સાહિબ વર્મા (pravesh Sahib Singh Verma) છે.જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્મા (Sahib Singh Verma) ના પુત્ર છે.ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા એક અગ્રણી રાજકીય નેતા છે અને 2014થી દિલ્હીના પશ્ચિમ દિલ્હી મતવિસ્તારના બે ટર્મથી સંસદ સભ્ય હતા.પ્રવેશ સાહિબ વર્મા નો જન્મ 7 નવેમ્બર, 1977 ના રોજ દિલ્હીમાં થયો હતો અને તેઓ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ સાહિબ સિંહ વર્મા અને સાહિબ કૌરના પુત્ર છે. તેમને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) માં માસ્ટર ડિગ્રી મેળવી છે.તેમની રાજકીય કારકિર્દી 2000 ના દાયકાની શરૂઆતમાં શરૂ થઈ હતી. તેમણે દિલ્હીમાં ભાજપની યુવા પાંખ અને અન્ય પક્ષ સંગઠનો સાથે નજીકથી કામ કરવાનું શરૂ કર્યું હતું. પક્ષની પ્રવૃત્તિઓમાં તેમની સક્રિય ભાગીદારી અને પાયાના સ્તર સાથેના તેમના મજબૂત કાર્યથી પક્ષમાં મહત્વનું પદ પણ મળ્યું હતું.

પિતા હતા મુખ્યમંત્રી

2014ની લોકસભા ચૂંટણીમાં તેમણે પશ્ચિમ દિલ્હી મતવિસ્તારમાંથી ચૂંટણી લડી અને નોંધપાત્ર માર્જિનથી જીત મેળવી હતી.આ ઉપરાંત 2019ની ચૂંટણીમાં તેઓ દિલ્હી લોકસભાના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા માર્જિનથી ચૂંટાયા હતા. જેના કારણે દિલ્હીમાં ભાજપના મુખ્ય નેતા તરીકે તેમનું સ્થાન મજબૂત બન્યું હતું.સાંસદ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પ્રવેશ વર્મા રાષ્ટ્રીય સુરક્ષા, શહેરી વિકાસ અને પર્યાવરણીય સંરક્ષણ સહિતના વિવિધ મુદ્દાઓ પર તેમના મક્કમ વલણ માટે જાણીતા છે. તેઓ શહેરી વિકાસ પરની સ્થાયી સમિતિ અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય માટેની સલાહકાર સમિતિ સહિત અનેક સંસદીય સમિતિઓના સભ્ય પણ રહી ચુક્યા છે.તેઓ દિલ્હી ભાજપના મુખ્યમંત્રી માટે દાવેદાર પણ છે…

 

 

 

 

 

 

 

 

 

Scroll to Top