Porbander: પોરબંદરની જનતાની વાત ક્યારે સાંભળશે મનસુખ માંડવીયા?, લોકોએ અંતિમયાત્રા કાઢી વિરોધ કર્યો

Porbander: ગુજરાતમાં અનેક વિસ્તારમાં નદીઓ પ્રદુષિત (Polluted) થઈ રહી છે. સરકાર આ પ્રદુષિત (Polluted) નદીને સાફ કરવા કઈ કામ કરતા નથી. પોરબંદર (Porbander) ની સમગ્ર જનતાએ મનસુખ માંડવિયા વિરોધ અનોખો પ્રદર્શન કર્યું હતું.જનતા સવાલ કરી રહી છે કે મનસુખ માંડવિયાને સાંસદ બનાવીને દિલ્લી મોક્લયા હતી. પરંતુ મનસુખ ભાઈ પોરબંદરની જનતા સાથે અન્યાય કરી રહ્યા છે.સમગ્ર વિવાદ સમુદ્રમાં જેતપુર ડાઈગનું કેમિકલ વાળું ઠાલવવાના પ્રોજેકટ સામે પોરબંદરમાં આક્રોશ રેલી સાથે અંતિમયાત્રા નીકળી અગ્નિદાહ આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જનતાએ રાજકીય લોકો પર આકરા પ્રહાર કરી આડે હાથે લીધા હતા.

પ્રોજેક્ટને લઇ પોરબંદરમાં ભારે વિરોધ

સ્થાનિક રહેવાસી નુતનબેન ગોકાણીએ જણાવ્યું હતું કે પોરબંદર (Porbander) શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાંથી ખેતીની જમીન માંથી પસાર કરી જેતપુરના પ્રદુષિત (Polluted) પાણીને સાફ કરી સમુદ્રમાં ઠાલવવા સામે 1100 દીવસથી વિવિધ પ્રકારની રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં સરકારની આંખ નહીં ખુલતા હવે માછીમારો અને સ્વયં પોરબંદરની જનતાએ વિરોધ કર્યો હતો. આ ઉપરાંત સમુદ્રમાં દૂષિત પાણી આવે તો માછીમારોની રોજીરોટીને વ્યાપક નુકસાન થાય અને પર્યાવરણનું પણ નિકંદન નીકળી જાય તેમ છે.

જેતપુરનું દુષિત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાનો છે પ્રોજેક્ટ

આ વિરોધ પ્રદર્શનમાં 1100 દિવસોથી વિવિધ સંસ્થા દ્રારા પોસ્ટકાર્ડ અને સિંગચર કરી સરકારને જગાડવા નો પ્રયાસ કરી રહ્યા છે. પ્રોજેટકટને બંધ કરવા માટે કાળા કપડા પહેરી ખારવા સમાજ સાથે અન્ય સમાજના લોકો જેમકે વ્યાપારીઓ વગેરે જોડાયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં અંતિમયાત્રા કાઢી હતી. જો આવનાર દિવસોમાં માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ચૂંટણી સમયે માંડવીયાએ આપ્યા હતા ઠાલા વચન

પોરબંદર (Porbander) ની જનતા આજ કાલથી નહીં પરંતુ લગભગ 4 વર્ષ કરતા વિવિધ સંસ્થાઓ તથા વિવિધ જ્ઞાતિઓ દ્રારા લેખિત તથા મૌખિક રજુઆત કરવામાં આવી છે. જ્યારે મુખ્યમંત્રી પોરબંદર આવ્યા હતા ત્યારે રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તેની ખાતરી નહીં મળતા લોકો ફરી જનતા હવે આંદોલન ના માર્ગે આગળ વધી રહી છે.

Scroll to Top