National; શું તમે જાણો છો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, અર્જુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ વચ્ચેનો તફાવત?

National: ભારત સરકારે મનુ ભાકર (Manu bhakar) અને ડી ગુકેશ (D gokesh) સહિત 4 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. સાથે જ 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. ડી ગુકેશ (D gokesh) અને મનુ ભાકર ઉપરાંત હોકી ખેલાડી હરમનપ્રીત સિંહ અને પેરા એથલીટ ખેલાડી પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે. યુવા બાબતો અને રમત મંત્રાલયે 2 જાન્યુઆરીએ રાષ્ટ્રીય રમત પુરસ્કારો 2024ની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ (presdent) 17 જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક વિશેષ સમારોહમાં એવોર્ડ વિજેતાઓને એવોર્ડ એનાયત કરશે.

રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત

રમતગમત જગતના યોગદાનને ધ્યાનમાં રાખીને યુવા બાબતો અને રમત મંત્રાલય દર વર્ષે ભારતના રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત કરે છે. ભારત સરકાર વિવિધ રાષ્ટ્રીય રમત પુરસ્કારો દ્વારા ખેલાડીઓનું સન્માન કરે છે. દેશનો સર્વોચ્ચ રમત પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર છે. જેને ખેલ રત્ન (khel ratn) તરીકે પણ ઓળખવામાં આવે છે, આ અર્જુન પુરસ્કાર ઉપરાંત દ્રોણાચાર્ય પુરસ્કાર પણ ખેલાડીઓ, રમતવીરો, કોચ અને જૂથોને આપવામાં આવે છે.

કમિટીની ભલામણ બાદ ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવે

મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર, જેને ખેલ રત્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. અગાઉ તેને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખવામાં આવતો હતો. આ પુરસ્કાર ચાર વર્ષથી વધુ સમયથી રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ખેલાડીઓને આપવામાં આવે છે. જેમાં ખેલાડીઓને પ્રશસ્તિ પત્ર, મેડલ અને 25 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર એવા ખેલાડીઓને આપવામાં આવે છે જેમણે છેલ્લા ચાર વર્ષમાં રમતગમતના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. કમિટીની ભલામણ બાદ ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવે છે.

 

Scroll to Top