Ahmedabad plane crash ની ઘટના ની Visavadar ની ચૂંટણી પર શું અસર થશે?

Ahmedabad plane crash
Ahmedabad plane crash ની ઘટના ની Visavadar ની ચૂંટણી પર શું અસર થશે?

 

Ahmedabad plane crash ની ઘટના ની Visavadar ની ચૂંટણી પર શું અસર થશે? આ વિષે વાતચીત કરતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મેહતા જણાવે છે કે બહુ અજીબ પરિસ્થિતિ છે. પરંતુ જો ઉમેદવારનું મૃત્યુ થાય તો જ ચૂંટણી બંધ રહે. એ ઉમેદવાર અપક્ષ હોય, કોઈ પક્ષનો હોય, ગમે તે હોય ઉમેદવારનું મૃત્યુ થાય તો ચૂંટણી બંધ રહે, બાકી બંધ રહે નહીં. એટલે વિસાવદર કે કડી ચૂંટણી તો થવાની.

પણ હવે અજીબ પ્રશ્ન અને અજીબ જવાબ તમને કહું મુશ્કેલી શું થવાની? હવે કોઈ પક્ષના નેતાઓ અગાઉ જે રીતે ભાષણ કરી શકતા હતા, એવી રીતે હવે કરી શકે નહીં. 19 તારીખે મતદાન છે. અમુક પ્રકારના છીછરા વાક્યો કરીને કે એવી રીતે ભાષણ કરી શકશે નહીં. વિપક્ષ પણ ગોપાલ ઈટાલિયા હોય કે નિતિન રાણપરિયા હોય કે અપક્ષ બીજા કોઈ પણ હોય એ પણ હવે ભારતીય જનતા પાર્ટી ઉપર બહુ મોટા આક્ષેપો કરી શકશે નહીં. કારણ કે સહાનુભૂતિ થોડીક આ બાજુ પલટાય.

જો ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ હતો. આ વિજયભાઈએ પોતાના પરિવારને બે દિવસ અગાઉ લંડન મોકલ્યા હતા શું કામ? કારણ કે પક્ષે એને પંજાબના પ્રભારીનું કામ સોપ્યું હતું અને પક્ષને જરૂર હતી એટલે બે દિવસ રોકાઈ ગયા હતા. આવા પક્ષને સમર્પિત એવા જે કાર્યકર આપણે ગુમાવ્યા છે એટલે અમે વિશેષ કાઈ પ્રવાસ નહીં કરીએ અમે ઈચ્છા રાખીએ કે તમે આ ગઢ જાળવી રાખો. સહાનુભૂતિના કારણે પણ ભારતીય જનતા પાર્ટીનું થોડું પલણું જે છે એ ઊંચું થાય.

પરંતુ ગોપાલ ઈટાલિયાએ બે દિવસ અગાઉ વિડીયો જાહેર કરીને સંવેદના વ્યક્ત કરીને સ્વયં ઘોષણા કરી છે કે હવે હું બે દિવસ સુધી કોઈપણ પ્રકારની રાજકીય ગતિવિધિ કરવામાં માંગતો નથી. આવા દુઃખદ વેળાએ અમે ભારતીય જનતા પાર્ટી અને સરકાર બંનેની સાથે છીએ. પક્ષ જે આદેશ આપશે પક્ષ એટલે કે સરકાર, સરકાર જે આદેશ આપશે આમ આદમી પાર્ટી એમાં સહયોગ કરવા તૈયાર છે. એમ કરીને એણે પણ બુદ્ધિપૂર્વક એનું સ્તર છે એ પણ એણે પ્રજા સમક્ષ મૂક્યું છે. એટલે હવે આખે આખો વિસાવદરમાં માહોલ પલટાઈ જવાનો સહાનુભૂતિ કોને કઈ રીતે જીતતા આવડે એના ઉપર થવાનું.

આ પણ વાંચો- Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટનાનું સાક્ષી, બ્લેક બોક્સ!

 

Scroll to Top