Plane Crash દુર્ઘટના બાદ Vijay Rupani ના પૈતૃક ગામ ચનાકામાં સન્નાટો ગ્રામજનોએ શું કહ્યું ?
અમદાવાદ પ્લેન ક્રેશ થયું એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હતું. આથી આખું રાજ્ય શોકમગ્ન છે.ત્યારે વિજયભાઈ રૂપાણીનું ગામ ચણાકાના લોકો પણ પોતાના જ સભ્યનું નિધન થયું હોય એવા શોકમાં છે.ગામના સરપંચ સાથે વાત કરતા તે જણાવે છે કે, મારું આખું ગામ અત્યારે શોકમગ્ન છે, આઘાતની લાગણી અનુભવે છે. જ્યારે પણ પોતે CM હતા ત્યારે અમારા ગામની અંદર વર્ષમાં બે થી ત્રણ વખત આવતા અને ગામના દરેક લોકોને નાના મોટા દરેક લોકોને, સ્ત્રીઓને, દીકરીઓને, વૃદ્ધોને, બાળકોને, તમામને મળતા ક્યારેય કોઈ સિક્યુરિટીની જરૂર નહીં. પ્રોટોકોલ પ્રમાણે એમને સિક્યુરિટીને બધું મળેલું હોય, પરંતુ ચણાકામાં આવતા એમણે એ પણ ના પાડેલી. કે ભાઈ મારે ચણાકાની અંદર કોઈ સિક્યુરિટીની જરૂર નથી.
જ્યારે પણ ગામના પ્રશ્નો હોય રોડ રસ્તાના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, વીજળીના પ્રશ્નો હોય, દવાખાનાના પ્રશ્નો હોય, સ્કૂલના પ્રશ્નો હોય, શૈક્ષણિક કાર્યમાં પણ કાંઈ ઘટતું હોય તો તમામ પ્રકારે છૂટા મનથી અમે એમને રજુઆત કરતા. રજૂઆત સાંભળ્યા પછી તાત્કાલિક જેતે અધિકારીઓને પોતે હુકમ કરતા કે, ભાઈ આ ચણાકાનું જે કઈ પ્રશ્ન છે એમનું તાત્કાલિક નિરાકરણ કરો. આવા ઘણા બધા અમારા કામ કરેલા છે.
પાણીનો અમારે આજથી થોડા વર્ષ પહેલા બહુ મોટો પ્રશ્ન હતો. 20 થી 25 km નર્મદાનું પાણી અમારે બીજા ગામથી આવતું. ગામ લોકો એમને રજૂઆત કરતા તાત્કાલિક એમણે ભેસાણથી અમને પાણીની નર્મદાની લાઈન આપેલી. અને આજે અમારું ગામ 8-10 વર્ષથી પાણી માટે શાંતિ અનુભવે છે. વિજયભાઈ રૂપાણી સાથે જે બનાવ બન્યો અમારું ગામ ખૂબ દુઃખની લાગણી અનુભવે છે. અમારા જ પરિવારનો એક સભ્ય ગુમાવ્યો હોય એવી અમને અનુભવ થઈ રહ્યો છે.