pariksha pe charcha 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચાની આઠમી કડી અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે કરેલા રાષ્ટ્ર વ્યાપી સંવાદનું પ્રસારણ અમદાવાદની શાળાઓમાં પણ કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (bhupendra patel) અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે અર્થસભર સંવાદ સાધ્યો હતો.આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા અને રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિતિ રહ્યા હતા.
સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે અર્થસભર સંવાદ કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (bhupendra patel) કહ્યું હતું કે, દરેક વિધાર્થીએ પોતાના જીવનકાળમાં એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત ‘એકઝામ વોરિયર’ પુસ્તક એકવાર અવશ્ય વાંચવું જોઈએ. આ પુસ્તકમાં બોર્ડની એક્ઝામને લઈને વિદ્યાર્થીઓનાં મનમાં ઊભા થતા દરેક સવાલોના જવાબ મળશે. આ પુસ્તક વાંચીને સૌ વિદ્યાર્થીઓએ હળવા પણ થવું જોઈએ.તેમણે વધુમાં ઉમેર્યું કે પરીક્ષા પે ચર્ચાની આ આઠમી શ્રેણી છે.પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ આજે દેશ અને દુનિયામાં જાણીતો બન્યો છે. લાખો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે, જે આ કાર્યક્રમની સફળતા સાબિત કરે છે.આ અવસરે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે 21મી સદી એ જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે. 21મી સદીમાં દરેક વિદ્યાર્થીઓને શિક્ષણની ખૂબ આવશ્યકતા છે, શિક્ષણ વગર ચાલે એમ નથી એટલે માર્ક્સ ભલે વત્તા-ઓછા આવે પણ શિક્ષણ મેળવવું ખૂબ જરૂરી છે.
પરિક્ષા નો ડર છોડીને પરિક્ષા આપવા અનુરોધ કર્યો
દરેક વિદ્યાર્થીએ પોતાના સમગ્ર દિવસનું ટાઇમશેડ્યૂલ બનાવવું જોઈએ. રમત-ગમત માટે કેટલો સમય આપવો? ટીવી માટે કેટલો સમય? તેમજ ભણવા માટે કેટલો સમય આપવો? તેનું યોગ્ય આયોજન કરવું જોઈએ. જે દરેક વિદ્યાર્થીઓને પોતાના જીવનકાળમાં ખૂબ ઉપયોગી સાબિત થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (bhupendra patel) વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહ્યું કે વિદ્યાર્થીઓએ ભણતર અને હોશિયાર આ બે બાબતોને મિક્સ ક્યારેય ન કરવી જોઈએ.પોતાની મહેનત પર ધ્યાન આપવું જોઈએ. વિદ્યાર્થીઓએ સવારે વહેલા ઊઠીને વાંચવાની પ્રેક્ટિસ પાડવી જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.