-
વીરેન્દ્ર સેહવાગ IPL 2019માં ધોનીના એક વર્તનથી ખૂબ ગુસ્સે હતા. તેઓ ઈચ્છતા હતા કે BCCI તેમના પર બે-ત્રણ મેચનો પ્રતિબંધ મૂકે
M. S. Dhoniને અત્યારે કોઈ પરિચયની જરૂર નથી. IPLમાં કેપ્ટન તરીકે તેમનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. પણ શું તમે જાણો છો? પરંતુ એક સમય એવો આવ્યો હતો જ્યારે ધોનીને લઈને ઘણો વિવાદ થયો હતો.ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ તેમને લીગમાંથી પ્રતિબંધિત કરવાની માંગ કરી હતી. તેમના ભૂતપૂર્વ સાથી ખેલાડી વીરેન્દ્ર સેહવાગ પણ પ્રતિબંધના પક્ષમાં હતા. તે દરમિયાન,વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન સેહવાગે ધોનીની કઠોર શબ્દોમાં ટીકા કરી હતી. તેમનું માનવું હતું કે ધોની પર કેટલીક મેચો માટે પ્રતિબંધ મૂકવો જોઈએ.
ખરેખર આ ઘટના IPL 2019માં જોવા મળી હતી. ટુર્નામેન્ટની એક મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. ત્યારે ધોની અમ્પાયરના એક નિર્ણય સાથે અસંમત જણાયો અને વિરોધમાં ડગઆઉટથી મેદાનની વચ્ચે આવી ગયો. જે બાદ બધાએ તેના આ વર્તનની કઠોર શબ્દોમાં ટીકા કરી.મેચ રેફરીએ પણ કડક વલણ અપનાવ્યું અને તેમની મેચ ફીનો અડધો ભાગ કાપી લીધો.
છતાં પણ, સેહવાગ તો પણ આ દંડથી ખુશ નહોતા. તેમનું માનવું હતું કે આ વર્તન માટે ધોની પર ઓછામાં ઓછા બે થી ત્રણ મેચનો પ્રતિબંધ લગાવવો જોઈતો હતો. ભૂતપૂર્વ ઓપનરે તે સમયે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે ધોનીને તેના વર્તન પ્રમાણે ખૂબ જ ઓછી સજા કરવામાં આવી હતી.આ માટે તેના પર ઓછામાં ઓછા બે કે ત્રણ મેચનો પ્રતિબંધ લગાવવો જોઈતો હતો. કારણ કે તેણે આ જે પ્રકારે આ વર્તન કર્યું છે, કાલે કોઈ બીજો કેપ્ટન પણ આવું કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે સેહવાગ હાલમાં ક્રિકેટથી દૂર છે અને કોમેન્ટ્રી બોક્સમાં પોતાના અવાજથી ધૂમ મચાવતો જોવા મળે છે. જ્યારે માહી 43 વર્ષની ઉંમરે પણ IPLમાં રમી રહ્યો છે. હાલમાં, ઋતુરાજ ગાયકવાડની ઈજાને લીધે તે IPL 2025માં ધોનીને ફરીથી CSKનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.CSKના ચાહકોને આશા છે કે વર્તમાન સિઝનમાં તે પોતાની કેપ્ટનશીપથી ટીમને ફરી એકવાર ચેમ્પિયન બનાવશે.
Sports : અમદાવાદમાં ચાલુ IPL મેચ દરમિયાન હાર્દિક-સાઈ કિશોર વચ્ચે બાકાજીકી