Ahmedabad Rain News | ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદે રમઝટ બોલાવી છે. મોડી રાતથી જ લગભગ સમગ્ર અમદાવાદ, સહિત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે અને ઊભો પાક નાશ પામવાનો ડર ઊભો થયો છે. ઉનાળાના આ સમયમાં પણ સૂર્યોદય જોવો લગભગ દુર્લભ થઈ ગયો છે.
હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આજે 7 મે ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે.
8મે ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં છૂટાછવાયો સ્થળોએ વીજળીના કડકા-ભડાકા સાથે અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, પાકિસ્તાન પર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતમાં તબાહી મચાવી રહ્યું છે. આગામી ચાર દિવસ સુધી માવઠાનો માર યથાવત રહેવાનો છે. જો કે સાતમી મે બાદ વરસાદનું જોર ઘટશે અને 10મી મે બાદ માવઠાની સ્થિતિથી રાહત મળશે
હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે છે કે, ભાવનગર, અમરેલી, સુરત, ભરૂચમાં રેડ એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અરવલ્લીમાં યલો એલર્ટ… અમદાવાદ, ગાંધીનગર, જામનગર, દ્વારકા, પોરબંદરમાં પણ યલો એલર્ટ સાથે ગાજવીજનો ખતરો છે.
ક્યાં રેડ એલર્ટ?
ભાવનગર, અમરેલી, સુરત, ભરૂચ
ક્યાં ઓરેન્જ એલર્ટ?
દક્ષિણ ગુજરાત તમામ જિલ્લા
ક્યાં યલો એલર્ટ?
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અરવલ્લી અમદાવાદ, ગાંધીનગર, જામનગર, દ્વારકા, પોરબંદર
અમદાવાદમાંન મકરબા અંડરબ્રિજ લગભગ આખેઆખું પાણીમાં ડૂબી ગયું છે. સવારના લગભગ 8 વાગ્યે પણ સાંજનો સમય હોય તેવા દૃશ્યો સર્જાયા છે. અમદાવાદની વાત કરીએ તો અનેક અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી છે. વેજલપુર, જુહાપુરા, એસ.જી.હાઈવે, વટવા, નારોલ, પાલડી સહિતના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના પગલે ઓફિસો જનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.