Weather Update: ગુજરાતમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે યેલો અને ઓરેન્જ એલર્ટ જારી કરી ખેડૂતોને તેમનો પાક ખુલ્લામાં નહીં રાખવા અપીલ કરી છે. આ ઉપરાંત ગુજરાતમાં પવનની ગતિ 60-70 કિમી પ્રતિકલાકની રહેશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, રાજ્યમાં આજે અત્યંત ભારે અને અતિભારે વરસાદની આગાહી છે. એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. મધ્યપ્રદેશ તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં પણ એક વરસાદી ટ્રફ લાઇન બની છે. રાજ્યમાં પવનની ગઈ 60-70 કિમી પ્રતિ કલાકની રહેશે.
ઓરેન્જ એલર્ટ: આજે મહીસાગર, આણંદ, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેજન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
યલો એલર્ટ: અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, જૂનાગઢ અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં 24 કલાકમાં 191 તાલુકાઓમાં વરસાદ
આણંદના ખંભાતમાં સૌથી વધુ 4.02 ઈંચ વરસાદ, ભાવનગરમાં 2.99 ઈંચ, બાવળામાં 2.72 ઈંચ વરસાદ, વડોદરામાં 2.64 ઈંચ, બોરસદમાં 2.52 ઈંચ વરસાદ, નલિયામાં 2.32 ઈંચ, વંથલીમાં 2.28 ઈંચ વરસાદ, ગણદેવીમાં 2.17 ઈંચ, મહુવામાં 2.13 ઈંચ વરસાદ, જામ જોધપુરમાં 1.89 ઈંચ, ધોલેરામાં 1.85 ઈંચ વરસાદ, તારાપુરમાં 1.85 ઈંચ, હાંસોટમાં 1.85 ઈંચ વરસાદ, ગળતેશ્વરમાં 1.81 ઈંચ, તિલકવાડામાં 1.81 ઈંચ વરસાદ ઉમરગામમાં 1.77 ઈંચ, બગસરામાં 1.73 ઈંચ વરસાદ, સુરતના માંગરોળમાં 1.73 ઈંચ વરસાદ અને આણંદ, ભાણવડ, ધરમપુરમાં દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.