weather update: હવામાન વિભાગની સૌથી મોટી આગાહી,રાજ્યમાં બીજી વેવની થશે શરૂઆત

weather update: ગુજરાતમાં શિયાળાની સવાર બરાબર જામી છે, માવઠાની આગાહી વચ્ચે હવે મોટા સમાચાર ઠંડીને લઇને સામે આવ્યા છે. આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી સાથે હવે ઠંડીની પણ જોરદાર રીતે શરૂઆત થઇ જશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડી વધશે. આવતીકાલથી રવિવારથી તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી નીચે રહેવાનુ અનુમાન સેવાઇ રહ્યું છે.

રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે

તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી જામશે, રવિવારથી ફરી એકવાર ઠંડીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે, આજે અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે, અને રવિવારથી લઘુતમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે, જેના કારણે સમગ્ર ગુજરાત ઠૂંઠવાઇ જશે. છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ઠંડીનુ સામ્રાજય છવાયુ છે. લઘુતમ તાપમાન 16 ડિગ્રી જયારે મહતમ તાપમાનો પારો 23 ડિગ્રી પર રહયો હતો. બીજી બાજુ ભેજનુ પ્રમાણ વધી 72 ટકા રહ્યું હતુ. જયારે પવનની ગતિ 6.5 રહી હતી.

ખેડૂતોને પાકને નુકસાન થવાની ચિંતા

અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છે કે ઉત્તરાયણ સુધીમાં ફરીથી માવઠું થઈ શકે છે.કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકને નુકસાન થવાની ચિંતા છે. ખાસ કરીને તુવેર, રાઈ અને શાકભાજીના પાકને નુકસાન થઈ શકે છે. શાકભાજીના પાકમાં ઈયળ પડવાની પણ શક્યતા છે. અજમો સહિતના મસાલાના પાકમાં પણ રોગ આવી શકે છે.આ આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પોતાના પાકની કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. હવામાનમાં થનારા ફેરફારોને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવા જરૂરી છે.

 

 

Scroll to Top