Weather Update: શું હશે વાવાઝોડાનું નામ જે ત્રાટકી શકે છે રાજ્ય પર?

Weather Update

Weather Update: રાજ્યમાં આગામી 6 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ચૂકી છે. જેના પગલે હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવી છે. જોકે 22 મે બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, અને ભારે પવન સાથે વરસાદ પડશે. 23 મેના રોજ પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, વલસારી, તાપી જિલ્લા અને નવસારી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

IMD Ahmedabad ના જણાવ્યા અનુસાર અરબ સાગરમા લો પ્રેશર સર્જાતા ફરી વાદળો બંધાશે અને વરસાદી માહોલ જામશે. આ દરમિયાન 23 અને 24 તારીખે ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર અપર ઍર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થશે.

આ પણ વાંચો – Corona: સાવધાન! દેશમાં પ્રવેશ્યો, આ રાજ્યોમાં સંક્રમણનો ખતરો

આ તરફ હવામાન નિષ્ણાંત Paresh Goswami એ આગાહી કરી છે કે નેઋત્યનું ચોમાસુ આવે પહેલા ગુજરાતમાં Pre-monsoon Activity નો વરસાદ પડે તેવી સંભાવના છે. જેમા મે મહિનાના છેલ્લા સપ્તાહમાં એટલે કે 22 મે થી લઈ 1લી જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 2 થી 4 ઈંચ અને તેનાથી પણ વધુ વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે. આ તરફ રાજ્ય પર વાવાઝોડાનું સંકટ પણ તોળાઈ રહ્યું છે.

આ પણ વાંચો – ગુજરાતમાં વાવાઝોડાની કેટલી અસર દેખાશે, સૌથી વધુ વરસાદ અહીંયા પડશે જાણો Paresh Goswami પાસેથી

હવામાન નિષ્ણાંત Ambalal Patel એ કહ્યું હતું કે વાવાઝોડું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10થી 12 ઈંચ વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસશે. મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ વરસી શકે છે. મુંબઈ- સુરત વચ્ચે ગમે ત્યાં દરિયાકાંઠે વાવાઝોડું લેન્ડફોલ થઈ શકે છે.

Scroll to Top