Weather Update :- ખેડૂતો આનંદો, ગુજરાતમાં ગાજવીજ સાથે થશે મેઘરાજાના મંડાણ, અંબાલાલ પટેલની મોટી આગાહી

Weather Update: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) એ રાજ્યમાં ચોમાસાની સત્તાવાર બેસવાની મોટી જાહેરાત કરી છે.  તેમના જણાવ્યા અનુસાર, જૂન 15 થી રાજ્યમાં ભારે વરસાદ (Heavy rain) વરસવાનું શરૂ થશે

જૂન મહિનાના બીજા અઠવાડિયામાં મોન્સુન એક્ટિવીટી જોવા મળશે તેવી શક્યતા છે.હાલ તો અંબાલાલ પટેલની આ આગાહીના પગલે રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

ભારે પવન ફૂંકાશે

અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યના મોટા ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. હાલતો આખું જ રાજ્ય ગરમીથી ત્રસ્ત છે. ત્યારે ગરમીથી રાહત મળતા સમાચારો સામે આવ્યા છે.

અંબાલાલ પટેલની (Ambalal Patel) આગાહી પ્રમાણે , આજથી એટલે કે જૂન 14 થી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ જશે.

  • જૂન 15 થી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને સારો એવો વરસાદ જોવા મળી શકે છે.
  • જૂન 17 થી અરબી સમુદ્રમાં પવનની ગતિ ગુજરાત (Gujarat) બાજૂ રહેશે. આથી, ઉત્તર ગુજરાત (North Gujarat), મધ્ય ગુજરાત (Central Gujarat), દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રના (Saurashtra) કેટલાક ભાગોમાં ભારે વરસાદ (Heavy rain) વરસી શકે છે.
  • જૂન 18 થી 26 વચ્ચેનો સમયગાળો રાજ્ય માટે અત્યંત મહત્વનો રહેશે. આ સમય દરમિયાન ગુજરાતના (Gujarat) કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy to very heavy rainfall) વરસવાની શક્યતા અંબાલાલ પટેલે (Ambalal Patel) વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના (Saurashtra) કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ (Extremely heavy rainfall) પડી શકે છે.

હવામાન વિભાગની ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

IMD અમદાવાદ મુજબ, ગુજરાતમાં આવતીકાલે (જૂન 14) વડોદરા (Vadodara), છોટા ઉદેપુર (Chhota Udaipur), ભરૂચ (Bharuch), નર્મદા (Narmada), સુરત (Surat), તાપી (Tapi), ડાંગ (Dang), નવસારી (Navsari), વલસાડ (Valsad) જિલ્લાના મોટાભાગના સ્થળોએ, કચ્છના છૂટાછવાયા સ્થળોએ અને બનાસકાંઠા (Banaskantha), મહેસાણા (Mehsana), પાટણ (Patan), ગાંધીનગર (Gandhinagar), સાબરકાંઠા (Sabarkantha), અરવલ્લી (Aravalli), મહીસાગર (Mahisagar), ખેડા (Kheda), પંચમહાલ (Panchmahal), દાહોદ (Dahod), આણંદ (Anand), અમદાવાદ (Ahmedabad), સુરેન્દ્રનગર (Surendranagar), મોરબી (Morbi), રાજકોટ (Rajkot), બોટાદ (Botad), ભાવનગર (Bhavnagar), અમરેલી (Amreli), જામનગર (Jamnagar), જૂનાગઢ (Junagadh), ગીર સોમનાથ (Gir Somnath), પોરબંદર (Porbandar), દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

Scroll to Top