Weather Update: આજે મેઘરાજા બોલાવશે ધબધબાટી

Weather Update

Weather Update: IMD Ahmedabad ની આગાહી મુજબ ગુજરાતના 15 જિલ્લામાં આજે ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતો હવામાન વિભાગે અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

આ પણ વાંચો – મનરેગા કૌભાંડમાં Hira Jotva ની ધડપકડ પર આપ ના ચૈતર વસાવા અને કરશન બાપુ સામસામે!

દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લમાં પણ આજે ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજિલ્લામાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. ડાંગ, તાપી, નર્મદા, ભરૂચમાં પણ આજે ભારે વરસાની શક્યતા સાથએ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં પણ કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં પણ આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ શકે છે. આ જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની હવામાનની આગાહી કરવામાં આવી છે.

Scroll to Top