Gujarat weather update : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામા આવી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી સૌરાષ્ટ્ર-કચ્છમાં ‘3 થી 7 મે દરમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં હાલ ગગનમાંથી આગ વરસી રહી છે. લોકો ભારે ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા મે મહિનાની શરૂઆતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 3જી મેથી 7 મે દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે, રાજસ્થાન તરફથી સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ વરસશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગુરુવારે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું
ગુજરતામાં ઉનાળાની ગરમી વચ્ચે હવમાન વિભાગે આપેલા ગરમીના આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટડાો નોંધાયો હતો. રાજ્યમાં 32.8 ડિગ્રીથી લઈને 43.8 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં રાજકોટમાં 43.6 ડિગ્રી, અમદાવાદમાં 43.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા હતા. જ્યારે દ્વારકામાં 32.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ
કાળઝાળ ગરમી વચ્ચે દેશની રાજધાનીમાં મોડી રાતથી જ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક ઠેકાણે વૃક્ષો, હોર્ડિંગ ધરાશાયી થયા હતા. તો કેટલાક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. હવામાન વિભાગે પણ દિલ્હીમાં વરસાદને લઈ આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે. કેટલીક ફ્લાઈટને પણ ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.