Weather Update: હવામાન વિભાગની મોટી આગાહિ, રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ ચાલુ થશે

Weather Update: અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી ઠંડી (COLD) માં ઘટાડો થયો છે.સળંગ ત્રીજા દિવસે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડીગ્રી નોંધાતા લોકોને ઠંડી (COLD)  માંથી થોડી રાહત મળી છે.તારીખ 4 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી સુધી ઠંડી (COLD) પડવાની સંભાવના રહેલી છે.આગામી સપ્તાહથી રાજ્યમાં કડકડતી ઠંડી (COLD) પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોરબી,જામનગર,દ્વારકા અને પોરબંદરમાં હવામાન વિભાગે આગાહી કરી છે.જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,મહેસાણા અને પાટણમં પણ ઠંડી (COLD) ના બીજા રાઉન્ડની હવામાન વિભાગે આગાહિ કરી છે.

15 ડીગ્રી નોંધાતા લોકોને ઠંડી (COLD) માંથી થોડી રાહત મળી

10 ડીગ્રી લઘુત્તમ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર (COLD) શહેર રહ્યું છે. અમદાવાદમાં શનિવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા 5.1 ડીગ્રી વધીને 32.4 થયુ હતું. હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહી થાય. પાટનગર ગાંધીનગરમાં 10 ડીગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઉત્તરાયણ જેમ નજીક આવશે તેમ ઠંડી (COLD) માં જોરદાર વધારો થશે.

પાટનગર ગાંધીનગરમાં 10 ડીગ્રી તાપમાન નોંધાયું

ગુજરાતમાં બે દિવસથી ઠંડી (COLD) માં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે નલિયામાં પણ તાપમાનમાં વધારો થયો હતો. શુક્રવારે 10 ડિગ્રીથી લઈને 19.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઓખામાં 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 12.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Scroll to Top