wether update: પતંગ રસીકો માટે સારા સમાચાર છે. આ વર્ષે ઉત્તરાયણ (Uttarayan) માં પવનદેવ મહેરબાન રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે આ વર્ષે ઉત્તરાયણ (Uttarayan) માં સારો પવન રહે તેવી શક્યતા છે. પવનની ગતિ 6 કિલોમીટકથી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકે રહે તેવી શક્યતા છે. જોકે 9 થી 15 જાન્યુઆરી સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં ઠંડીનો ચમકારો વર્તાશે. ગુજરાતના અનેક ભાગોમાં 10 થી 15 જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.
15 જાન્યુઆરી સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં ઠંડીનો ચમકારો
ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 તારીખ સુધી ઠંડીનું જોર યથાવત રહે તેવી શક્યતા છે. 10-11 જાન્યુઆરીમાં કઈંક અંશે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડી ઘટી શકે છે. ઉતારાયણ (Uttarayan) થી અમુક જિલ્લાઓમાં વાદળો આવશે. 22- 23 જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. 24 જાન્યુઆરીથી ફરી ઠંડીની શક્યતા છે. 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં ફેરફાર થઇ શકે છે.ભરશિયાળે કાળઝાળ ગરમીની આગાહી અંબાલાલ પટેલે કરી છે. ઉત્તરાયણ (Uttarayan) બાદ ગરમીનો પારો 34 ડિગ્રી સુધી પહોચી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 34 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે.
રાજ્યના 21 જીલ્લામાં ભારે ઠંડીની આગાહી
રાજ્યના 21 જીલ્લામાં ઠંડીની આગાહી કરી છે.જેમાં વડોદરા,ભરૂચ,છોટાઉદેપુર, નર્મદા, સુરત,ડાંગ,નવસારી,વલસાડ, તાપીમાં ઠંડનીની સંભાવના વ્યકત કરવામાં આવી હતી. જ્યારે સૌવરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી,ભાવનગરમાં ઠંડીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.જ્યારે ઉત્તર ગુજરાતમાં પંચમહાલ,દાહોદ,મહીસાગરમાં પણ ભારે ઠંડીની આગાહી કરવામાં આવી છે.