weather update: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખે રાજ્યમાં માવઠું થશે

weather update:  ગુજરાતમાં અત્યારે વાદળછાયુ વાતાવરણ છવાયેલું દેખાઈ રહ્યું છે. રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી અને બપોર બાદ સખત ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાનમાં પલ્ટો આવવાથી સામાન્ય માણસ તો પરેશાન થઈ રહ્યો છે.જ્યારે આ વાતાવરણ (weather) ના કારણે ખેડુતો માટે અનેક મૂશ્કેલીઓ વધવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે (ambalal patel) ઠંડી ગરમીની સાથે માવઠાની પણ આગાહી કરી છે.

11 ડિગ્રી સુધી ન્યૂનતમ તાપમાન પહોંચશે

અંબાલાલ (ambalal patel) ની આગાહી પ્રમાણે રાજ્યના આગામી દિવસોમાં ખાસ કરીને 6 અને 7 ફેબ્રુઆરીએ ફરી ઠંડીમાં વધારો ઘટાડો જવા મળશે.ઉત્તર ગુજરાતમાં 11 ડિગ્રી સુધી ન્યૂનતમ તાપમાન પહોંચશે.23 ફ્રેબ્રુઆરીના અંતમાં ફરી એકવાર રાજ્યમાં માવઠા જેવી સ્થિતિ સર્જાશે. ફેબ્રુઆરીના અંતમાં કેટલાક વિસ્તારમાં માવઠું પડવાની સંભાવના રહેલી છે. જ્યારે એપ્રિલમાં પણ કમોસમી વરસાદની સંભાવના રહેલી છે. જો માવઠુ થશે તો ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

7 ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં 12થી 17 ડિગ્રી તાપમાન રહેશે

સતત ત્રણેક દિવસ ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થયા બાદ, આજથી ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. જાન્યુઆરીના બાકી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ખાસ વાતચીત કરી છે. આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. આ પછી આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ ન હોવાની શક્યતાઓ છે. ઉત્તર ભારતમાં બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે.

 

Scroll to Top