Gujarat : છેલ્લા કેટલાક દિવસોથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, ત્યારે સોમવારે (12 મે, 2025) અમરેલી, રાજકોટ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. હવામાન વિભાગે આગામી 14 મે, 2025 સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 40-50ની સ્પિડે પવન ફૂંકાવવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં આજે સોમવારે સાંજના 6 વાગ્યા સુધીમાં કુલ 14 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. અમરેલી પંથકમાં સતત ત્રણ-ચાર દિવસથી કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાક પર પાણી ફરી વળતા નુકસાન થયું છે.
Weather Update: ગુજરાતમાં હજુ પણ પડશે વરસાદ !
