Weather Tracker: ગુજરાતમાં IMD Ahmedabad એ આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની ધડબડાટની શક્યતા દર્શાવાઈ છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
-
રેડ એલર્ટ: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર છે.
-
યલો એલર્ટ: મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, નવસારી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Weather Tracker: આ એલર્ટ્સને ધ્યાનમાં રાખીને રાજ્યના લોકો અને પ્રવાસીઓને આગાહી મુજબ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે દરિયામાં માછીમારી માટે પણ પ્રતિબંધ મૂક્યો છે. આગામી દિવસોમાં દરિયામાં જવાનો જોખમભર્યો રહેશે, તેથી માછીમારોને સલામતી માટે દરિયામાં ન જવાની વિનંતી કરવામાં આવી છે. મૌસમના આ એલર્ટને ધ્યાનમાં રાખીને લોકો પરિસ્થિતિ અનુસાર જરૂરી તૈયારી કરી શકે છે અને અનિચ્છનીય ઘટનાઓ ટાળી શકે છે.


