Weather Tracker: કેરળમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી બાદથી હવે દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસાના આગમનની ધીમે ધીમે શરૂઆત થવા લાગી છે. Gujarat ના પાડોશી રાજ્ય Maharashtra માં પણ મોનસૂનની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત થઇ ચૂકી છે. આ સાથે મુંબઈમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામવાનું શરૂ થઇ ગયું છે. ત્યારે ગુજરાતના હવામાન વિભાગે ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરતાં Orange Alert જાહેર કર્યું છે. જ્યારે સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પણ પવન સાથે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
IMD Ahemdabad એ ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી કરી છે. IMD પ્રમાણે રાજ્યના ઘણા ભાગોમાં આંધી-તોફાન સાથે વાવાઝોડું, ગાજવીજ અને વરસાદની આગાહી છે. આ સાથે જ IMDએ 30 મે સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, વડોદરા, , ડાંગ, નવસારી, વલસાડ, તાપી, છોડાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતદમણ, દાદર નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છ જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો – Vadodara: દારૂબંધીની વાતો વચ્ચે પોલીસનો વીડિયો આવ્યો સામે