Weather Tracker: ગુજરાતના આ શહેરો માટે આજનો દિવસ ભારે!

Weather Tracker

Weather Tracker: IMD Ahmedabad મુજબ ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદનું આગાહી છે. કેટલાક વિસ્તારમાં સામાન્ય તો  કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઇ શકે છે. ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે  11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે.

Weather Tracker 1

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,  ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખેડા, અમદવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્માં રાજકોટ,મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.


આ પણ વાંચો – Amit Khunt કેસમાં સગીરાએ તેના પિતાનો વીડિયો અને Jayrajsinh ને લઇ કર્યો ચોંકાવનારો ખુલાસો

Weather Tracker 2

હવામાન વિભાગની આગાહી અનુસાર 19 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાસાગર જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે. જે હળવાથી લઈને મધ્યમ વરસાદ રહેશે.

રાજ્યના ડેમના જળસ્તર વિશે વાત કરીએ તો રાજ્યના 206 પૈકી 21 ડેમ હાઈએલર્ટ પર છે.  એલર્ટ અને વોર્નિંગ પર 90 ટકાથી વધુ ભરાયેલા 07 ડેમ છે. તો 80થી 90 ટકા ભરાયેલા 06 હાઇએલર્ટ પર છે. 70થી 80 ટકા ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર છે. ગઇકાલે એટલે કે 17 જૂન મંગળવારના રોજ મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો હતો.

 

Scroll to Top