Weather Tracker: ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ!

Weather Tracker

Weather Tracker: IMD Ahmedabad સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દિવમાં પણ ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, જામનગર, મોરબી, અમરેલીમાં જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. આ ઉપરાંત ભાવનગર, ગાંઘીનગર, મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે..અને પાટણ, બનાસકાંઠા, ખેડા, આણંદ, મહીસાગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 220 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.. સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં નોંધાયો, ગઢડામાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે.. બીજા નંબરે સૌથી વધુ વરસાદ ભાવનગરના સિંહોરમાં ખાબક્યો. સિંહોરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો. તો પાલિતાણામાં સાડા અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો – DNA Test: DNA ટેસ્ટ શું છે? કેમ વાર લાગે છે પરીક્ષણમાં?

Weather Tracker 1

ગુજરાતમાં પૂરને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન ઠપ્પ થઈ ગયું છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જિલ્લા અધિકારીઓને સૂચના આપી છે. તેમણે લખ્યું છે કે, “સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટરોને નાગરિકોના જાનમાલની સુરક્ષા માટે પગલાં લેવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

Scroll to Top