Weather Tracker: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાનો છે. IMD Ahmedabad એ આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી તોફાનને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજથી વરસાદી ત્રાટકવાની શક્યતા
હવામાન વિભાગ મુજબ આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.
-
આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં આજે ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે.
-
સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદના જોરદાર ઝાપટા પડી શકે છે.
-
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો – Arvind Ladani: જવાહર ચાવડા પર કરોડોનો ભ્રષ્ટાચારનો આરોપ!
ઠંડરસ્ટ્રોમ અને પવનની ચેતવણી
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ઠંડર સ્ટ્રોમની વોર્નિંગ રહેશે.
-
30 થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
-
દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી ચાર દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
સિસ્ટમ સક્રિય – ભારે વરસાદની તૈયારી
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલ મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત બે મોટી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ વધુ તીવ્ર બનશે.
-
ખાસ કરીને 3 અને 4 સપ્ટેમ્બરે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે.
-
દક્ષિણ ગુજરાતમાં તો ધોધમાર વરસાદ અને દરિયાકાંઠે તોફાની મોજાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


